સરકાર સાથે વાટાઘાટો માટે ૩૦ પાટીદાર અગ્રણીઓની કમિટી

અમદાવાદ: છેલ્લા આઠ મહિનાથી ચાલી રહેલા અનામત આંદોલનના મુદ્દે છેવટે પાટીદાર સમાજના અગ્રણીઓ, પાસ અને એસપીજી સહિતના આગેવાનો, અગ્રણીઓ અને સરકાર સાથે સમાધાન ફોર્મ્યુલા તૈયાર થવાનું શરૂ થયું છે. ગઈ કાલે સિદસરના ટ્રસ્ટી અને પાટીદાર અગ્રણી જેરામભાઈ પટેલે ગઈ કાલે મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલ સાથે મુલાકાત કરીને કમિટીની રચના અંગેની સરકારને માહિતી આપી હતી.

ગઈ કાલની તેમની મુલાકાત બાદ સમાધાન ફોર્મ્યુલા આગળ વધારવાના ભાગરૂપે પાસ, એસપીજી અને પાટીદાર સમાજના અગ્રણીઓની કમિટી બનાવવા માટેનાં નામો નિશ્ચિત કરાયાં છે. જેમાં પાસના હાર્દિક સહિતના ૬ અગ્રણીઓ, એસપીજીના લાલજી પટેલ સહિત ૬ ઉમેદવારો તેમજ સામાજિક સંસ્થાઓના પાટીદાર સમાજના અગ્રણીઓનો સમાવેશ કરાયો છે. પાસના આગેવાનોમાં જેલવાસ ભોગવી રહેલા આગેવાનોનો કમિટીમાં સમા‍વેશ કરાયો છે. ઉપરાંત સૌરાષ્ટ્ર, સુરત, નવસારી, અમરેલી, અમદાવાદ, મહેસાણા સહિત રાજ્યભરના પાટીદાર આગેવાનોને કમિટીમાં સ્થાન આપીને બેલેન્સ કરવામાં આવ્યું છે. પાટીદાર અનામતના જેલવાસ ભોગવી રહેલા નેતાઓ ચિરાગ પટેલ, દિનેશ બાંભણિયા, કેતન પટેલે લખેલો પત્ર પાટીદાર અગ્રણીઓ અને અાગેવાનોના વાલીઓએ ગઈ કાલે આનંદીબહેન પટેલને સુપરત કર્યો હતો અને સમાધાનની ફોર્મ્યુલાની શરૂઆત કરવાની તૈયારી બતાવી હતી. આજે નિશ્ચિત કરવામાં આવેલાં તમામ નામોની આખરી યાદી સાથેની કમિટીની રચના બાબતે ફરી આનંદીબહેન પટેલને એક પત્ર બપોર પછી આપવામાં આવશે.

કમિટીમાં કોનો સમાવેશ
પાસ

(૧) હાર્દિક પટેલ
(૨) નીલેશ એરવાડિયા
(૩) કેતન પટેલ
(૪) ચિરાગ પટેલ
(૫) મનસુખ પટેલ
(૬) દિનેશ બાંભણિયા

એસપીજી
(૭) લાલજી પટેલ
(૮) ગૌરાંગ પટેલ
(૯) પૂર્વિન પટેલ
(૧૦) અશ્વિન પટેલ
(૧૧) વરુણ લાખાણી
(૧૨) ડો. વિનોદ પટેલ

અન્ય અગ્રણીઓ
(૧૩) જેરામભાઈ પટેલ
(૧૪) ધનજીભાઈ પટેલ
(૧૫) મોલૈશભાઈ ઉકાણી
(૧૬) પરેશભાઈ પટેલ
(૧૭) ધનજીભાઈ ગજેરા
(૧૮) હંસરાજભાઈ ગજેરા
(૧૯) મથુરભાઈ સવાણી
(૨૦) ગોવિંદભાઈ ધોળકિયા
(૨૧) પ્રકાશભાઈ કામેશ્વર
(૨૨) કિરીટ ડાહ્યાલાલ પટેલ
(૨૩) કુંવરજીભાઈ પટેલ
(૨૪) ગગજીભાઈ સુતરિયા
(૨૫) સી.કે. પટેલ
(૨૬) નાથુભાઈ પટેલ
(૨૭) વિક્રમ પટેલ
(૨૮) ધરમશી મોરડિયા
(૨૯) અશ્વિન હાલાણી
(૩૦) રામજી શામજી પટેલ

You might also like