રાજ્ય સરકાર 11 થી 22 ફેબ્રુઆરી વચ્ચે જોબફેરનું આયોજન કરશે

અમદાવાદ : રાજ્યના બેરોજગાર યુવાનો મામલે અલ્પેશ ઠાકોર સહિતના કેટલાક નેતાઓએ સરકાર સામે કરેલા હલ્લાબોલને લઈને રાજ્ય સરકાર હવે ગંભીર બની હોય તેમ લાગી રહ્યું છે. રાજ્ય સરકારે આગામી થોડા દિવસોમાં મેગા જોબ ફેરનું આયોજન કર્યું છે.

જેમાં 11 થી 22 ફેબ્રુઆરી દરમિયાન આ જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યમાં જુદા જુદા 11 સ્થળોએ આ મેગા જોબ ફેર યોજાશે. જેમાં 25 હજાર યુવાનોને રોજગારી આપવાનું આયોજન કરાયું છે.

ઉલ્લેખનીય છે કે અલ્પેશ ઠાકોર દ્વારા વારંવાર યુવાનોની બેરોજગારીના મુદ્દે રાજ્ય સરકાર પર પ્રહારો કરવામાં આવતા હતા અને અલ્ટિમેટમ પણ અપાતું હતું. તેવામાં આ જોબ ફેરના આયોજનથી ચોક્કસ આવનારી ચૂંટણીમાં સરકારને ફાયદો થશે તે જણાઈ રહ્યું છે.

You might also like