બધા ચૂંટણીમાં વ્યસ્ત છે ૩૦ તારીખ પછી આવજો

અમદાવાદ: સામાન્ય રીતે સરકારી કામકાજ અર્થે સપ્તાહના બે દિવસ સોમવાર અને ગુરુવારના રોજ મોટા ભાગની સરકારી કચેરીઓમાં અધિકારીઓને હાજર રહેવાની તાકીદ કરવામાં આવી છે. જેના કારણે અરજદારો આ બંને િદવસ પોતાની કામગીરી અર્થે આવે તો તેમને ધરમ ધક્કા જ થાય. અરજદારોને કહેવામાં આવે છે કે બધા ચૂંટણીમાં બિઝી છે. ૩૦ તારીખ પછી આવજો.
રવિવારના રોજ છ મનપાની ચૂંટણી સંપન્ન થયા બાદ મોટા ભાગના સરકારી કચેરીના કર્મચારીઓના સ્ટાફ મોડી રાત સુધી ફરજ પર હોવાથી સોમવારે ઉઘડતી કચેરીએ કર્મચારીઓની પાંખી હાજરીને કારણે અરજદારોને ધરમ ખક્કા થયા હતા. એટલું જ નહીં હજુ પણ સરકારી કચેરીઓ સહિત જિલ્લા પંચાયતની કચેરીઓ સુમસામ જોવા મળી રહી છે.

૨૯મી ડિસેમ્બરના રોજ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગપાલિકાનું મતદાન હાથ ધરાયું છે. આ દિવસે પણ સરકારી તંત્ર ચૂંટણી કાર્યમાં રોકાયેલા હોવાથી આગામી સોમવારે પણ કામગીરી પર અસર થશે. જ્યારે ૨જી ડિસેમ્બરના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મત ગણતરી હાથ ધરાઈ હોઈને ડિસેમ્બરના બીજા સપ્તાહથી સરકારી કચેરીઓ રાબેતા મુજબ ધમધમતી થશે. આરટીઓ કચેરીનો સ્ટાફ પણ ચૂંટણી કાર્યમાં રોકાયેલો હોઈને અરજદારોની લાઇસન્સ સહિતની અરજીના ઢગલા થયા છે. મત ગણતરી અને ચૂંટણી કાર્યમાં ફરજ બજાવ્યા પછીના વચ્ચેના ગેપમાં વર્ષની બાકી બચેલી રજાઓ અને વેકેશનના છેલ્લા દિવસો માણી લેવા કેટલાક કર્મીઓ રજા ઉપર છે.

પ્રજાને રાબેતા મુજબની કામગીરી શરૂ થતાં સુધી એટલે કે ડિસેમ્બરનાં બીજાં સપ્તાહ સુધી રાહ જોવી પડશે.

You might also like