કેન્દ્રની નવી સ્વાસ્થ્ય નીતિને મંજૂરી, સરકાર એશ્યોર્ડ હેલ્થ સર્વિસ આપશે

નવી દિલ્હી : કેન્દ્ર મંત્રીમંડળ દ્વારા નવી સ્વાસ્થ્ય નીતિને મંજૂરી આપવામાં આવી છે. આ નીતિ હેઠળ સરકાર દેશમાં સૌને એશ્યોર્ડ હેલ્થ સર્વિસ આપશે. બે વર્ષથી પડતર આ નીતિને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં મંજૂરી આપવામાં આવી હતી. આ નવી નીતિ અંગે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે પી નડ્ડા સંસદના બંને ગૃહમાં માહિતી આપશે. સ્વાસ્થ્ય મંત્રાલયના સૂત્રોના જણાવ્યાનુસાર આ નિર્ણય મોટું નીતિગત પરિવર્તન છે, જે હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સ્તર પર કવરેજનો વ્યાપ વધશે.

નવી સ્વાસ્થ્ય નીતિમાં યુનિવર્સલ હેલ્થ કવરેજ, માતા-શિશુ મૃત્યુ દર ઘટાડવો, સાર્વજનિક સ્વાસ્થ્ય પ્રણાલીમાં દવા અને તપાસ મફત રાખવા પર ભાર મુકવામાં આવ્યો છે. હાલમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં માત્ર રસીકરણ અને ગર્ભવતી મહિલાઓની તપાસ પૂરતા સીમિત છે પણ નવી નીતિ હેઠળ બિનચેપી રોગોનું સ્કીનિંગ તથા અન્ય પાસા પણ આ સ્તરે જોડાશે.
http://sambhaavnews.com/

You might also like