વધારે વિજળી વાપરશો તો તમને સસ્તા દરે વિજળી આપશે સરકાર

નવી દિલ્હી : વિજળીની કિંમતો નવેસરથી નક્કી કરવા અંગે સરકાર વિચારી રહી છે. એક અધિકારીએ સમિતીએ વધારે વિજળી ખર્ચ કરનારા ગ્રાહકો માટે સસ્તા દરે વિજળી આપવાનું મહત્વપુર્ણ સુચન કર્યુ છે. માનવામાં આવી રહ્યું છે કે દેશમાંવિજળીની ઉણપને દુર કરવા તરફ પગલુ ભરાઇ ચુક્યું છે. એવામાં વિજળીનો ઉપયોગ વધે તેની જરૂર છે.

વિજળીની માંગ વધારવા માટેના ઉપાય માટે રચાયેલી એક સમિતીએ સરકારને આ સુચન કર્યું હતું. ઉર્જા મંત્રાલયે સમિતીની રચના ગત્ત વર્ષે સપ્ટેમ્બરમાં કરી હતી. સમિતી હાલ પોતના અહેવાલને આખરી ઓપ આપી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે જાન્યુઆરીના અંતિ સુધીમાં પોતાનો રિપોર્ટ રજુ કરી દેશે. હાલ વિજળીના દરોનો જે સ્લેબ છે કે તેના અનુસાર વધારે વિજળી વાપરનારા લોકોને ઉંચા દરોનુ બિલ ચુકવવું પડે છે.

સમિતીનાં એક સભ્ય અનુસાર હાલના ટૈરિક સ્ટ્રક્ચર રાજ્યોમાં વિજળીની ઉણપને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી હતી જેને આઝાદી પછીથી બદલવામાં નથી આવ્યો. જો કે દેશમાં હવે માંગ કરતા વધારે વિજળી પેદા કરવાની ક્ષમતા છે માટે હવે ઢાંચામાં ફેરફાર કરવાની તાતી જરૂર છે.

You might also like