સરકારને જોઇએ છે સક્ષમ કર્મચારી, મોકલો બાયોડેટા

નવી દિલ્હીઃ શું તમે નરેન્દ્ર મોદીની સરકારમાં કામ કરવા ઇચ્છો છો? તો તરત જ એપ્લાય કરો. કેન્દ્રિ મંત્રાલયમાં અલગ અલગ પોસ્ટ પર એક્સપર્ટની તક મળી રહેશે. હાલ સરકારને એડિટોરિયલ રાઇટર્સ, સીનિયર મેનેજમેન્ટ પ્રોફેશનલ્સ, સોફ્ટવેર ડેવલોપર, રિસર્ચર,ડેટા સાયન્ટિસ્ટ, ગ્રાફિક્સ ડિઝાઇનર્સ, ડિજિટલ કન્ટેન્ટ રાઇટર, એડ પ્રોફેશનલ, એકેડેમિક એક્સપર્ટ, સોશ્યલ મીડિયા એક્સપર્ટ અને એપ્લિકેશન ડેવલપર્સની જરૂર છે.

વડા પ્રધાનના MYGov પોર્ટલે સરકાર અને નાગરિકોના ઇન્ટરફેસને આગળ વધારવા આ પ્રયોગ કર્યો છે. MYGov પોર્ટલમાં એક પોસ્ટમાં કહ્યું છે કે MYGovનો અલગ અલગ અગ્રતા ક્રમ અને વિશેષતાવાળા રિઝ્યુમ ડેટા તૈયાર કરવાનો પ્રસ્તાવ છે. સરકાર મંત્રાલયો, વિભાગો, સંસ્થાનો અને વિશેષત્ર સંસ્થાઓમાં અલગ અલગ પદો પર કોન્ટ્રાક્ટ સર્વિસ અંતર્ગત સિટિઝન એક્સપર્ટને જોડવા સમય સમય પર આ ડેટા બેંકનો ઉપયોગ કરી શકે છે.

રીઝ્યુમની સ્ક્રૂટી કરવામાં આવશે અને શોર્ટલિસ્ટ લોકોને આગળ વિચાર-વિમર્શ અને ઇન્ટરવ્યૂમાં બોલાવાશે. તેમાં પે-પેકેજ પર પણ વાતચીત થશે. જો કે આ ફોરમમાં રિઝ્યુમ મૂકવાથી રોજગાર કે કામની કોઇ જ ગેરંટી નથી. એડિટોરિયલ રાઇટર્સ માટે સરકારને માસ કોમ્યુનિકેશન-જર્નાલિઝમ કે ઇકોનોમિક્સ કે સોશયલ સાયન્ટિઝમાં માસ્ટર્સ ડિગ્રી ધારકોની જરૂર છે. તેમની પાસે અગ્રણી મીડિયા પ્લેટફોર્મ પર લખવાનો પણ અનુભવ હોવો જોઇએ.

You might also like