સરકાર નેચરલ ગેસના ભાવમાં ૧૭ ટકાનો ઘટાડો કરી શકે

નવી દિલ્હી: કેન્દ્ર સરકાર દેશમાં નેચરલ ગેસના ભાવમાં ૧૭ ટકાનો ઘટાડો કરી ૩.૧૫ ડોલર પ્રતિ દશ લાખ બ્રિટિશ થર્મલ યુનિટ કરી શકે છે. હાલ તેનો ભાવ ૩.૮૨ ડોલર પ્રતિ એમએમબીટીયુ છે. જાણકારોના જણાવ્યા પ્રમાણે કેન્દ્ર સરકારના પેટ્રોલિયમ વિભાગ આગામી દિવસોમાં કોઇ પણ સમયે નવા ભાવની જાહેરાત કરી શકે છે. સરકારની નવા ભાવની ફોર્મ્યુલા એપ્રિલથી લાગુ થશે, જે ભાવ ૩૦ સપ્ટેમ્બર, ૨૦૧૬ સુધી લાગુ રહેશે.

નેચરલ ગેસના નવા ભાવની ફોર્મ્યુલા અનુસાર ભાવ છ માસિકના આધાર પર નક્કી કરવામાં આવશે. નેચરલ ગેસના ભાવની ગણતરી દુનિયાના અગ્રણી ગેસ ઉત્પાદક દેશ અમેરિકા, કેનેડા અને રશિયાના એવરેજ ભાવના આધાર પર કરવામાં આવશે. જાણકારોના જણાવ્યા પ્રમાણે નેચરલ ગેસના ભાવમાં અંદાજે ૧૭ ટકા સુધીનો ઘટાડો થતાં ઉદ્યોગ જગતને તેનો સીધો ફાયદો થશે.

You might also like