સ્મોલ સેવિંગ્સ સ્કીમના વ્યાજદરમાં ઘટાડો થશેઃ નાણાપ્રધાન

નવી દિલ્હી: નાણાપ્રધાન અરુણ જેટલીએ જણાવ્યું છે કે સરકાર સ્મોલ સેવિંગ્સ સ્કીમ પર વ્યાજના દરમાં ઘટાડો કરશે, પરંતુ આ ઘટાડો કરતી વખતે સમાજના મહત્ત્વના વર્ગોને ધ્યાનમાં રાખીને સાવધાની સાથે દરમાં ઘટાડો કરવામાં આવશે. નાણાપ્રધાને જણાવ્યું કે સાતમા પગારપંચની ભલામણ લાગુ કરવાની અને પેન્શનમાં થનારા વધારાના કારણે સરકારને મોટી રકમ ખર્ચ કરવી પડશે, જેના માટે નાણાંભંડોળ ઊભું કરવું સરકાર માટે મોટી ચેલેન્જ બની ગઇ છે, જોકે તેમણે જણાવ્યું કે સાતમા પગારપંચની ભલામણ લાગુ થવાના કારણે નાણાકીય ખાધ ઘટાડવાના લક્ષયાંકને હાંસલ કરવામાં કોઇ મુશ્કેલી નહીં પડે. સાતમા પગારપંચની ભલામણ લાગુ થવાના કારણે સરકારી તિજોરી ઉપર ૧.૦૨ લાખ કરોડનો વધારાનાે બોજો પડશે. નાણાપ્રધાને વધુમાં જણાવ્યું કે સ્મોલ સેવિંગ્સ સ્કીમ પર વ્યાજના દરમાં ઘટાડો કરવામાં આવે તો તેને લઇને રાજકીય ગતિરોધ ઊભા થવા જોઇએ નહીં.

You might also like