નોટબંધી, ચેકબંધી અને હવે સિક્કાબંધી, જાણો સિક્કા બંધ કરવાનું કારણ

નવી દિલ્હી, બુધવાર
કેન્દ્રની મોદી સરકારને હવે સત્તા પર ચાર વર્ષ પૂરાં થવાના આરે છે. અત્યાર સુધી મોદી સરકારે પોતાના કાર્યકાળ દરમિયાન આર્થિક મોરચે મોટાં સુધારાવાદી પગલાં લીધાં છે. નોટબંધી બાદ કેન્દ્ર સરકાર હવે એક બીજો મોટો નિર્ણય લેવા જઈ રહી છે. સરકાર નોટબંધી બાદ હવે ‘સિક્કા બંધી’ની તૈયારી કરી રહી છે.

નોઈડા, મુંબઈ, કોલકાતા અને હૈદરાબાદની સરકારી ટંકશાળમાં સિક્કાઓનું ઉત્પાદન બંધ કરી દેવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભારત સરકાર તરફથી આ ચાર સ્થળે સિક્કા બનાવવામાં આવે છે. આરબીઆઈના અધિકારીઓએ એવી માહિતી આપી છે કે મંગળવારથી જ સિક્કા બનાવવાનું કામ બંધ થઈ ગયું છે.

તેની પાછળ એવી દલીલ કરવામાં આવી રહી છે કે નોટબંધી બાદ સિક્કાનું મોટા પાયે ઉત્પાદન કરવામાં આવ્યું હતું. અત્યાર આરબીઆઈના સ્ટોરમાં પર્યાપ્ત સંખ્યામાં સિક્કા ઉપલબ્ધ છે. ૮ જાન્યુઆરી સુધીના આંકડા મુજબ ૨૫૦૦ એમપીસીએસ સિક્કાનું સ્ટોરેજ છે. આ કારણસર આરબીઆઈએ બીજા આદેશ સુધી સિક્કાનું પ્રોડકશન રોકી દીધું છે.

You might also like