આયાત ડ્યૂટીમાં ૧૫ ટકા સુધીનો વધારો થાય તેવી શક્યતા

મુંબઇ: કેન્દ્ર સરકાર ઘઉં પર આયાત ડ્યૂટી હાલ ૧૦ ટકા છે તે વધારીને ૨૦થી ૨૫ ટકા કરી શકે છે. વૈશ્વિક બજારમાં ઘઉંના નીચા ભાવ છે. નીચી પડતરે વધતી આયાત રોકવા આયાત ડ્યૂટીમાં ૧૦થી ૧૫ ટકાનો વધારો કરી શકે છે. જાણકારોના જણાવ્યા પ્રમાણે આયાત ડ્યૂટીમાં વધારો કરવામાં આવે તો ખેડૂતોને પણ રાહત મળી શકે છે.

ચાલુ વર્ષે માર્ચ મહિનામાં ૯.૨૩ લાખ ટન રેકોર્ડ ઘઉંનું ઉત્પાદન થયું હતું, જેના પગલે સ્થાનિક બજારમાં ઘઉંના ઘટતા જતા ભાવને રોકવા સરકારે ૧૦ ટકા આયાત ડ્યૂટી લગાવી દીધી હતી. ખેડૂતો ચાલુ મહિને ઘઉંની વાવણી કરવાનું શરૂ કરી દેશે. આ વખતે પણ સિઝનમાં ઘઉંનું વાવેતર ઊંચું રહે તે માટે સરકારે સકારાત્મક પ્રયાસ કરવાના શરૂ કરી દીધા છે. નોંધનીય છે કે ચીન દુનિયાનો સૌથી મોટો ઘઉં ઉત્પાદક દેશ છે, જ્યારે ભારત બીજા ક્રમે આવે છે.

પાછલા વર્ષની સરખામણીએ આ વર્ષે ૫૪ લાખ ટન ઘઉંનું ઉત્પાદન વધુ છે. ઘઉંની ઘટતી કિંમત અટકાવવા તથા વૈશ્વિક બજારમાંથી આયાત ઘટે તે માટે આયાત ડ્યૂટીમાં વધારો કરવામાં આવી શકે છે.

You might also like