મોદી સરકાર હવે ગાયો અને ભેંસોના આધાર કાર્ડ બનાવશે

નવી દિલ્હી : મોદી સરકાર હવે ગાય- ભેંસ માટે પણ આધાર કાર્ડ બનાવવા અંગે વિચારણા કરી રહી છે. દેશમાં પશુઓની ગણતરી અને દૂધ ઉત્પાદન વધારવા માટે પશુપાલન મંત્રાલયે આ રીત અપનાવવા અંગે વિચારી રહ્યું છે. લગભગ એક લાખ લોકો આખા દેશામાં ફરીને પશુઓ પર ટેગ લગાવશે. જેનાથી દૂધ ઉત્પાદન વધવાની સરકારને આશા છે.

સરકારનું આયોજન છે કે આ વર્ષે લગભગ 88 મિલિયન ગાય અને ભેંસોના કાનમાં યૂઆઈડી નંબર સેટ કરી નાખવામાં આવે. જેથી તમામ દૂધાળુ પશુઓની પોતાની ઓળખ હશે અને તેમના સ્વાસ્થ્યનો ખ્યાલ રાખવા માટે આઈડી નંબરની મદદ લેવામાં આવશે.આ આયોજનનાં કારણે માણસની જેમ પશુઓની બિમારી અને આદતોની હિસ્ટ્રી મેઇનટેઇન કરી શકાશે.

જો કે સરકાર દ્વારા પશુઓને લગાવવામાં આવનારા આ ટેગના નાણા પશુપાલક પાસેથી વસુલવામાં આવશે. આ રકમ જો કે મામુલી હોવાનુ પણ સુત્રો જણાવી રહ્યા છે. સુત્રો અનુસાર પ્રત્યેક ટેગ સરકારને આઠ રૂપિયામાં પડશે. ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા અંદાજ લગાવાયો છેકે 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી થઇ જશે.

You might also like