વર્ષ 2022 સુધી મળી જશે બધાને ઘર, જાણો સરકારની નવી રેન્ટલ પોલીસી

નવી દિલ્હીઃ વર્ષ 2022 સુધી બધાને ઘર આપવાનું લક્ષ્ય પૂરૂ કરવા માટે કેન્દ્ર સરકાર જલ્દી હવે નવી રેન્ટલ પોલીસી લાવી રહી છે. આ પોલિસી અંતર્ગત શહેરમાં આવનારા લોકો માટે સરકારી સંસ્થઆઓમાં મકાન ભાડે આપવાની સુવિધા આપવામાં આવશે. સાથે જ ભાડાના મકાનને સસ્તા હપ્તા દ્વારા પોતાનું મકાન બનાવવાનો વિકલ્પ પણ આપવામાં આવશે. આ નવી પોલીસીમાં ભાડુઆતને મકાન ખરીદવા માટે બનાવેલી નવી સ્કીમનું નામ રેન્ટ ટું ઓન છે. આ સ્કીમ કેન્દ્ર સરકારની નેશનલ અર્બન રેન્ટલ હાઉસિંગ પોલીસી અંતર્ગત લોન્ચ કરવામાં આવશે.

જેના માટે કેન્દ્રીય શહેરી વિકાસ અને અવાસ મંત્રી વૈક્યા નાયડુએ જણાવ્યું છે કે આ એક્ટને મંજૂરી માટે જલ્દી કેબિનેટમાં મોકલવામાં આવશે. તેના માટે સરકાર ખાનગી જમીન પર બનેલા મકાન ખરીદવા માટે ગરીબ લોકોને 1.5 લાખ રૂપિયાની સબસીડી આપવા પર વિચાર કરી રહી છે. અત્યાર સુધી સરકારે 2008 શહેરો અને 17.73 લાખ કસ્બોમાં ગરીબો માટે મકાનની મંજૂરી આપી છે. જ્યારે 2022 સુધી તમામને ઘર આપવાનું લક્ષ્ય છે. 2019 સુધી 15 રાજ્યો સહિત કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આ લક્ષ્યને હાસલ કરવામાં આવશે. ત્યાર બાદ 2022 સુધી તમામ રાજ્યોનો ટાર્ગેટ પૂરો કરવામાં આવશે.

http://sambhaavnews.com/

You might also like