સરકારી નોકરી મળ્યાના એક જ વર્ષમાં દસ ટકા કર્મચારીઓ રાજીનામું આપી દે છે!

અમદાવાદ: રાજ્ય સરકારની જુદી જુદી કચેરીઓમાં ખાલી પડેલી જગ્યા ભરતી કરવા ઉપરાંત વેઇટિંગ લિસ્ટ પણ તૈયાર રાખવામાં આવશે. જેથી જે તે કર્મચારી નોકરી છોડી જાય તો તેની ખાલી જગ્યાની ભરતી માટે હવે નવી ખર્ચાળ અને લાંબી ભરતી પ્રક્રિયા કરવી પડશે નહીં આવી. ખાલી પડેલી જગ્યા પર તુરત જ વેઇટિંગ લિસ્ટ મુજબ પ્રાયોરિટીમાં આવતી વ્યક્તિની નિમણૂક કરીને જગ્યા ભરી દેવામાં આવશે. સરળ વહીવટના ભાગરૂપે ભરતી થનાર જગ્યાના ર૦ ટકા ઉમેદવારોનું વેઇટિંગ લિસ્ટ તૈયાર રખાશે હવે પછી થનારી રાજ્ય સરકારની તમામ ભરતીમાં આ નિયમ લાગુ કરાશે.

સરકારમાં નિમણૂક થયા બાદ એક જ વર્ષમાં વર્ગ-૩માં ૧૦ ટકાથી વધુ ખાલી જગ્યાઓ પડી હતી. કેટલીક નિમણૂકોમાં મૃત્યુ, લાંબી બીમારી, વધુ સારી નોકરીની તક વગેરેના કારણે એક વર્ષ જેવા ટુંકાગાળામાં કર્મચારી નોકરી છોડી દેતાં હોવાનું ધ્યાને આવ્યું હતું. જેમાં વર્ગ-૩ના કર્મચારીનું પ્રમાણ ૧૦ ટકાથી વધુ હતું. હવેથી આવી રીતે જે તે વિભાગ છોડી દેનારની ખાલી જગ્યાને નવી ખાલી જગ્યા ગણવામાં આવશે નહીં મોટા ભાગે ફિક્સ પગારવાળા કર્મચારી નોકરીની ઉત્તમ તક મળતાં નોકરી છોડી દેતા હોય છે. અથવા તો લાંબા સમય સુધી નોકરીમાં હાજર થતા નથી.

જેના લીધે વહીવટી તંત્રમાં મુશ્કેલી પડતી હતી. વર્ગ-૧ અને વર્ગ ૩માં નોકરી છોડી જનારાનું પ્રમાણ ૩થી પ ટકા જોવા મળ્યું હતું. સરકાર દ્વારા કરવામાં આવેલો આ આદેશ તાત્કાલીક અમલી બન્યો છે. જેથી વર્ગ-૩ની જગ્યા ભરવા જાહેરાત અપાઇ હશે પણ યાદી જાહેર નહીં થઇ હોય તો પણ વેઇટિંગ લિસ્ટમાંથી ર૦ ટકા નિમણૂક કરી દેવાશે અને જાહેરાત સુધારી લેવાશે.

You might also like