સરકાર જ્વેલરી એક્સપોર્ટર્સને રાહત આપે

નવી દિલ્હી: જ્વેલર્સની ૧૦ ટકા જેટલી ઊંચી આયાત ડ્યૂટીમાં રાહત આપવાની માગ તો દૂર રહી, પરંતુ બજેટમાં જ્વેલરી ઉપર એક ટકા એક્સાઇઝ ડ્યૂટી નાખી. જોકે ત્યાર બાદ જ્વેલર્સોએ ૪૨ દિવસની હડતાળ પાડી હતી, પરંતુ સરકાર ટસની મસ થઇ નહીં અને જ્વેલર્સની માગણી સામે ઝૂકી નહીં.

જોકે હવે સરકાર ઘટતી જતી નિકાસના કારણે જ્વેલરી એક્સપોર્ટર્સને રાહત આપી શકે છે. પ્રાપ્ત થતાં સમાચાર મુજબ સોનાની જ્વેલરીની નિકાસ કરતાં જ્વેલર્સને ડ્યૂટી ફ્રી સોનું ઉપલબ્ધ કરાવી શકે છે અને તેની ખૂબ જ ઝડપથી જાહેરાત પણ કરી શકે છે.

કોમર્સ મિનિસ્ટ્રી સંબંધિત વિભાગોએ આ બાબતે બેઠક કરી છે. સરકાર જુલાઇ-૨૦૧૩થી ફેબ્રુઆરી-૨૦૧૪ સુધી થયેલી જ્વેલરીની નિકાસ પર પણ ડ્યૂટી ફ્રી ગોલ્ડ ઉપલબ્ધ કરાવવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે દેશભરમાંથી મોટા પ્રમાણમાં ગોલ્ડ જ્વેલરી તથા ડાયમંડ જ્વેલરીની નિકાસ થાય છે અને તેને કારણે સ્થાનિક કક્ષાએ મોટા પ્રમાણમાં રોજગારી પણ મળે છે તથા મોટી રકમનું વિદેશી હૂંડિયામણ પ્રાપ્ત થાય છે, જોકે પાછલા કેટલાક મહિનાથી ઘટતી જતી નિકાસના કારણે સરકારે વિવિધ સેક્ટરમાં નિકાસ વધે તે માટે પ્રોત્સાહન પૂરું પાડવા કવાયત હાથ ધરી છે.

You might also like