કાગળ પરની ત્રણ લાખ કંપની સામે સરકારે નોટિસ જારી કરી

મુંબઇ: સરકારે લાંબા સમયથી કોઇ કારોબાર નહીં કરતી એવી કાગળ પરની એક અંદાજ મુજબ ત્રણ લાખ જેટલી કંપની સામે કારણદર્શક નોટિસ કાઢી છે તથા આવી કંપનીઓ વિરુદ્ધ ચાલુ મહિનામાં સખત કાર્યવાહી કરવામાં આવી શકે છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ આવી કંપનીઓ દ્વારા ગેરકાયદે નાણાકીય પ્રવૃત્તિ થતી હોવાનું સરકારની તપાસમાં બહાર આવતાં આવી કંપનીઓ સામે કાર્યવાહી કરવા સરકારે કવાયત હાથ ધરી છે.

આ કંપનીઓનું રજિસ્ટ્રેશન રદ કરવા સુધીની કાર્યવાહી કરવા સરકારે તૈયારીઓ હાથ ધરી છે. કોર્પોરેટ વિભાગ આવી કંપનીઓની પેરેન્ટ કંપનીઓનો એક ડેટા પણ તૈયાર કરી રહી છે, જેના કારણે ગેરકાયદે થતી પ્રવૃત્તિ ઉપર અંકુશ મૂકી શકાય.

સરકારે ૨.૯૬ લાખ કંપનીઓને કારણદર્શક નોટિસ આપી રજિસ્ટ્રેશન રદ કેમ ન કરવું તેનો ખુલાસો માગ્યો છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ આ કંપનીનો જવાબ સંતોષકારક નહીં હોય તો આવી કંપનીઓ વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવશે.

http://sambhaavnews.com/

You might also like