જમ્મુ-કશ્મીરમાં સૈનિકો અને પંડિતો માટે નહીં બને અલગથી કોલોની

નવી દિલ્હીઃ જમ્મુ કશ્મીરમાં પંડિતો અને સૈનિકોને અલગ કોલોની બનાવી આપવાની અટકણોનો અંત આવી ગયો છે. કેન્દ્ર સરકારે સંસદને માહિતી આપી છે કે જમ્મુ કશ્મીરમાં કાશ્મીરી પંડિતો અને સૈનિકોની અલગ કોલોની બનાવવાનો કોઇ જ પ્રસ્તાવ નથી. કેન્દ્રિય ગૃહમંત્રી હંસરાજ ગંગારામ અહીરે કોંગ્રેસના અશ્વિની કુમાર દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નનો લોકસભામાં જવાબ આપતી વખતે કહ્યું છે કે આ રીતનો કોઇ જ પ્રસ્તાવ સામે આવ્યો નથી. તેમણે કહ્યું છે કે રાજ્યમાં સેપરેટ સૈનિક અને પંડિતોની કોલોની બનાવવાનો કોઇ જ પ્રસ્તાવ નથી.

કેન્દ્રિય ગૃહરાજ્ય મંત્રીએ લોકસભામાં જણાવ્યું છે કે સરકારે 18 નવેમ્બર 2015એ માત્ર એજ યોજના બનાવી હતી કે જે અંતર્ગત 300 નોકરિયો પંડિતો માટે નિકાળી હતી સાથે જ 6000 ટ્રાઝિંટ  આવસ પણ બનાવવાની યોજના હતી. છેલ્લાં કેટલાય સમયથી એવા સમાચાર આવી રહ્યાં છે કે ઘાટીમાં પંડિતો અને સૈનિકો માટે કોલોનીનો પ્રસ્તાવ ન હતો. ત્યારે આ રીતના સમાચર આવતા કાશ્મીરમાં તણાવની પરિસ્થિતી સર્જાઇ છે. કાશ્મીર ઘાટીમાં પ્રસ્તાવિક સૈનિકો અને પંડિત કોલોનિયો વિરૂદ્ધ મોટા પ્રમાણમાં દેખાવો થયા હતા. કોલોની બનાવવાના વિરોધમાં પ્રદર્શન અને કાળા ઝંડા ફરકાવવાનું આહવાન કહ્યું હતું.ઘાટીમાં આતંકવાદને કારણે 62 હજાર કાશ્મીરી પંડિત પરિવાર વિસ્થાપિત થયા હતા. વિસ્થાપિતોમાં 40 હજાર જમ્મુમાં છે. જ્યારે બાકીના દિલ્હી સહિતના અલગ અલગ શહેરોમાં વસે છે.

http://sambhaavnews.com/

You might also like