બેનામી સંપત્તિની માહિતી આપો ને બદલામાં મેળવો 1 કરોડ…., VIDEO

ન્યૂ દિલ્હીઃ બેનામી સંપતિ પર કાબૂ મેળવવા માટે નાણામંત્રીએ 1 કરોડ રૂપિયાનું ઈનામ આપવાની યોજના શરૂ કરી છે. જે અંતર્ગત કોઈ પણ વ્યક્તિ બેનામી પ્રોહિબિશન યુનિટ્સમાં જોઈન્ટ કે એડિશનલ કમિશ્નર સામે કોઈ પણ સંપતિ વિશે જાણકારી આપે છે તો તેને ઈનામ આપવામાં આવશે. ના ણાંમંત્રીનાં આદેશ અનુસાર, આવી સંપતિની જાણકારી ઈન્કમટેક્સ વિભાગનાં ઈન્વેસ્ટિગેશન ડાયરેક્ટરેટને આપવાની રહેશે.

બેનામી ટ્રાન્જેક્શન ઈન્ફર્મેટ્સ રિવોર્ડ સ્કીમ 2018 હેઠળ આ ઈનામ માહિતી આપનારાને મળશે. તાજે તરમાં જ સરકારે 1998નાં બેનામી એક્ટમાં સુધારો કરીને બેનામી ટ્રાન્જેક્શન એક્ટ 2016ને લાગુ કરેલ છે. મંત્રાલય મુજબ, આ સ્કીમનો લાભ વિદેશી નાગરિક પણ ઉઠાવી શકે છે. તો આ સંપતિની માહિતી આપનારા વ્યક્તિનું નામ ગુપ્ત રાખવામાં આવશે અને સમગ્ર મામલે ગુપ્તતાનું પાલન કરવામાં આવશે.

આ બેનામી ટ્રાન્જેક્શન ઈન્ફર્મેટ્સ રિવોર્ડ સ્કીમ 2018 વિસે ઈન્કમટેક્સની ઓફિસો અને તેમની વેબસાઈટ પર સંપૂર્ણ જાણકારી પણ મૂકવામાં આવી છે. બીજી તરફ, સરકારે ઈન્કમટેક્સ ચોરીનાં આ મામલાને બહાર લાવનાર વ્યક્તિને રૂ.50 લાખ ઈનામ સ્વરૂપે આપવાની પણ જાહેરાત કરી છે.

1961નાં આઈટી એક્ટ હેઠળ સરકારે ઈન્કમટેક્સ ઈન્ફર્મેટ્સ રિવોર્ડ સ્કીમ પણ શરૂ કરી છે. આ અંતર્ગત કોઈ વ્યક્તિ ટેક્સ ચોરીની જાણ ઈન્કમ ટેક્સ વિભાગને કરે તો તેને પણ ઈનામ આપવામાં આવશે.

બેનામી સંપત્તિ એટલે શું?
મહત્વનું છે કે જ્યારે કોઈ વ્યક્તિ તેનાં પોતાનાં પૈસાથી સંપત્તિ અન્ય કોઈ વ્યક્તિ માટે ખરીદે છે ત્યારે તે સંપત્તિને બેનામી સંપત્તિ કહેવાય છે. જો કે એ બાબત આવશ્યક છે કે મિલ્કતમાં લગાવવામાં આવેલાં નાણાંનો સ્રોત અજાણ હોય કે જેની માહિતી આવકવેરા વિભાગને પણ હોતી નથી.

પછી ભલે તેની ચુકવણી રોકડ રકમરૂપે અથવા ચેકની રીતે ચાહે કોઈ પણ રીતે કરવામાં આવી હોય તો પણ તેનાંથી કોઈ જ ફરક પડતો નથી.

મહત્વની બાબત એ છે કે કેન્દ્ર સરકાર પાસે નવા કાયદા હેઠળ એ અધિકાર છે કે તે આવી મિલ્કતને કોઈ પણ સમયે જપ્ત કરી શકે છે. આ સાથે જ બેનામી સંપત્તિની ખરીદી કરવા માટે દોષિત સાબિત થયેલ ખરીદદારને પણ 7 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે.

You might also like