સોનાની આયાતડ્યૂટીમાં વધારો કરવામાં આવ્યો

અમદાવાદ: આંતરરાષ્ટ્રીય બજારોના ભાવમાં થતા વધ ઘટને ધ્યાનમાં લઈને સોના પરની આયાત ડ્યૂટીની કિંમતમાં વધારો કરાયો છે. ૧૦ ગ્રામ દીઠ સોનાની આયાત ડ્યૂટી ૩૪૭ ડોલર કરી છે. તો બીજી બાજુ ચાંદીની આયાત ડ્યૂટીમાં ઘટાડો કર્યો છે. ચાંદીની આયાત ડ્યૂટી ઘટાડીને કિલો દીઠ ૪૪૮ ડોલર કરી છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ સોનાની આયાત ડ્યૂટી ૧૦ ગ્રામ દીઠ ૩૪૪ ડોલર હતી. જ્યારે ચાંદીની આયાત ડ્યૂટી કિલોદીઠ ૪૬૧ ડોલર નક્કી કરવામાં આવી હતી. આયાત ડ્યૂટીએ પાયાની કિંમત હોય છે. તેના ઉપરથી કસ્ટમ ડ્યૂટી નક્કી કરવામાં આવે છે. મહિનામાં બે વાર આયાત ડ્યૂટીમાં ફેરફાર કરવામાં આવે છે.

You might also like