સરકારે ગોલ્ડ પોલિસી લાવવાની કવાયત હાથ ધરી

મુંબઈ: કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય ગોલ્ડ પોલિસી લાવવાની કવાયત હાથ ધરી છે. આગામી જાન્યુઆરી-ફેબ્રુઆરીના સમયગાળામાં બજેટ સત્ર દરમિયાન આ પોલિસીની જાહેરાત થઈ શકે છે. જેમાં ગોલ્ડ પોલિસી નીતિ, ડાયમંડ અને જ્વેલરી પાર્કની સ્થાપના તથા ડાયમંડનાં પરીક્ષણ અને પ્રમાણપત્ર ઈસ્યુ કરતી એજન્સીઓ માટેની માર્ગદર્શિકા સામેલ હશે. હાલ ડાયમંડ કારોબારીઓને સિન્થેટિક ડાયમંડ અંગેની ચિંતા સતાવી રહી છે. ત્યારે નવી નીતિમાં આ કારોબારીઓને રાહત થશે.

સરકાર ગોલ્ડ પોલિસી અંતર્ગત નેશનલ ગોલ્ડ બોર્ડની સ્થાપના કરી શકે છે. એટલું જ નહીં સોના સાથે જોડાયેલ જેવા કે આયાત-નિકાસ કારોબાર બુલિયન, જ્વેલરી કારોબાર, હોલમાર્કિંગ,સેવરિન ગોલ્ડ બોન્ડ જેવી ઈસ્યુ અંગે સલાહ આપશે.

ગોલ્ડ બોર્ડના પ્રસ્તાવ અંગે આ અગાઉ જાન્યુઆરી-ફેબ્રુઆરી મહિનામાં ચર્ચા કરવામાં આવી હતી. જાણકારોના કહેવા પ્રમાણે આગામી દિવસોમાં ટેક્સ સિસ્ટમ ધરમૂળથી બદલાઈ રહી છે. જીએસટી આવી રહ્યું છે. ત્યારે સરકાર નેશનલ ગોલ્ડ બોર્ડની રચના કરવા ગંભીરતાથી વિચારણા કરી રહી છે.

You might also like