હવેથી સરકાર આપશે ભારતનાં 1050 ગામડાંમાં ફ્રી wi-fi સર્વિસ

નવી દિલ્હી: ડીજીટલ ઇન્ડિયા અને ભારતભરમાં કેશલેસ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે સરકાર જલ્દીથી એક નવી સુવિધા લાવી રહી છે. એટલે કે મોદી સરકાર દેશના દૂર દૂરના ગામડાના વિસ્તારમાં રહેવારા લોકોને ફ્રી wi-fi આપી શકે છે. ભારત સરકાર ડીજીટલ વિલેજ કાર્યક્રમ હેઠળ દેશભરના 1050 ગામડામાં ફ્રી wi-fiની સુવિધા આપવાની તૈયારીઓ કરી રહી છે.

મળતી માહિતી અનુસાર આગામી ૬ મહિનામાં દરેક ગામનું પોતાનું wi-fi હોટસ્પોટ હશે, જે સ્પેશિયલ ટાવર પર લાગેલું હશે. જેનાથી ગામડામાં રહેનાર લોકો પોતાના મોબાઈલ ફોન કનેક્ટ કરીને ઈન્ટરનેટ ચલાવી શકશે. આ યોજના માટે ટેક ફર્મ્સ અને ભારતીય ઈન્ટરનેટ પ્રોવાઈડર્સ આ હરિફાઇમાં સામેલ છે.

ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી મીનીસ્ટ્રીનાં સેક્રેટરી અરુણા સુંદરરાજને કહ્યું છે કે, ડીજીટલ ટેકનીક દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં પાયાના માળખાની સેવાઓ પૂરી પાડવામાં આવશે. તેઓએ કહ્યું કે, લોકોને જરૂરી કામ માટે ફ્રીમાં ઈન્ટરનેટની સુવિધા આપવા તેમજ આ અભિયાનનું લક્ષ્‍ય અને એજ્યુકેશન જેવી સુવિધાઓ પૂરી પડવાનો પણ છે. આ યોજનાને ફાઈબર ઓપ્ટિક ઈન્ટરનેટ કેબલ દ્વારા ફ્રીમાં ઈન્ટરનેટ કેબલ દ્વારા દેશભરમાં સ્થાપિત કરવાની યોજના છે.

નવેમ્બરમાં થયેલ નોટબંધી બાદ લોકો સુધી ઈન્ટરનેટ પહોંચાડવું જરૂરી બની ગયું છે. ફ્રી wi-fi હોટસ્પોટ સિવાય ટેલીમેડિસીન, ટેલીએજ્યુકેશન, LED લાઈટિંગ અને સ્કીલ ડેવલોપમેન્ટ જવી સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવશે.વર્તમાનમાં ગૂગલે દેશનાં ૧૦૦ રેલ્વે સ્ટેશનોમાં ફ્રી વાઈ-ફાઈની સેવા ઉપલબ્ધ કરાવી રહી છે. સરકાર ફાઈબર ઓપ્ટિક ટેકનોલોજીનાં વિકલ્પો પર પણ વિચાર કરી રહી છે. સુંદરરાજને જણાવ્યું છે કે, અમે બધા વિકલ્પો પર વિચાર કરી રહ્યા છે. wi-fi નો ઉપયોગ કરીને નજીકની જગ્યાઓથી કનેક્ટિવિટી લઈને ગ્રામ્ય વિસ્તારોમાં પહોંચાડી શકાય છે.

You might also like