સરકાર અને મહાસંઘ મળીને વિદેશી કોચ અંગેનો નિર્ણય કરશે: વિજય ગોયલ

નવી દિલ્હી: ટોકિયોમાં યોજાનારા ઓલિમ્પિક રમતોત્સવની તૈયારી ટૂંક સમયમાં શરૂ કરવાની વાત પર ભાર મૂકતા રમતગમત પ્રધાન વિજય ગોયલે કહ્યું કે સરકાર તમામ રમતો માટે વિદેશી કોચની નિમણૂક કરવા અંગે નિર્ણય કરશે. ગોયલે જોકે કહ્યું કે સરકાર અંગે રાષ્ટ્રીય રમત મહાસંઘો સાથે ચર્ચા કરશે.

ગોયલે શૂટર ગગન નારંગ, ભૂતપૂર્વ હોકી ખેલાડીઓ વીરેન રસ્કિન્હા તથા જગબીરસિંહ અને એસ.એ.આઈ. (સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ઈન્ડિયા)ના ભૂતપૂર્વ ડિરેક્ટર જનરલ સાથે ચાર કલાકની બેઠક પછી આમ જણાવ્યું હતું. ગોયેલે કહ્યું હતું કે ૨૦૨૦ના ઑલિમ્પિક રમતોત્સવને ધ્યાનમાં રાખી આ બેઠક બોલાવવામાં આવી હતી. ભારતીય કોચને હવે રૂ. પચાસ હજારથી બે લાખ સુધી ચૂકવવામાં આવશે.

You might also like