માત્ર 15 દિવસ પરેશાની 500ની નવી નોટોનો સપ્લાય વધારાશે : શક્તિકાંત

નવી દિલ્હી : સરકારે નોટબંધીથી થઇ રહેલી મુશ્કેલીઓને પહોંચી વળવા માટે ગુરૂવારે કેટલાક નવા પગલા ઉઠાવાયા હોવાની માહિતી આપી હતી. આર્થિક મુદ્દાનાં સચિવ શક્તિકાંત દાસે જણાવ્યું કે હાલ 500ની નવી નોટોનો પુરવઠ્ઠા પર ધ્યાન અપાઇ રહ્યું છે. આગામી 2-3 અઠવાડીયામાં 500નાં દરની નોટો મોટા પ્રમાણમાં બજારમાં આવશે. જેનાં પગલે લોકોને છુટ્ટાની જે સમસ્યા થઇ રહી છે તેનો ઉકેલ આવશે.

દાસે સાથે જ કેટલીક બેંકો દ્વારા કરવામાં આવી રહેલા ભ્રષ્ટાચાર પર નજર રખાઇ રહી હોવાની વાત પણ કરી હતી. નોટબંધીનાં 37માં દિવસે નોટોના પુરવઠ્ઠા અને અન્ય મુદ્દાઓ પર પત્રકાર પરિષદ યોજીને દાસે હાલની પરિસ્થિતી અને તેના માટે ઉઠાવાઇ રહેલા પગલા અંગે માહિતી આપી હતી.

શશિકાંત દાસે જણાવ્યું કે નોટબંધી બાદ શરૂઆતમાં માર્કેટમાં પૈસાની ખેંચને ઓછી કરવા માટે મોટી નોટોનો સપ્લાય વધારવામાં આવ્યો હતો. આ કારણે શરૂઆતનાં સમયમાં 2 હજારની નોટો વધારેમાં વધારે છપાવવામાં આવી હતી. જો કે હવે સરકાર વધારેમાં વધારે 500ની નોટ છાપી રહી છે. સરકારનું કહેવું છે કે અસર ટુંકમાં માર્કેટમાં પણ જોવા મળશે. તેમણે જણાવ્યું કે માર્કેટમાં 500ની 50 ટકાથી વધારે જુની નોટો બદલાઇ ચુકી છે.

સાથે જ સરકારે આશ્વાસન આપતા જણાવ્યું કે જપ્ત નોટોને ટુંકમાં જ સર્કુલેશનમાં લાવવામાં આવશે હાલ જપ્ત કરવામાં આવેલા આંકડા સરકારની પાસે નથી. પરંતુ સરકાર ટુંકમાં જ જપ્ત નોટોને બજારમાં લાવવાનાં પ્રયાસો કરી રહી છે.

1 લાખથી વધારે એટીએમ મશીનોને અપડેટ કરવામાં આવ્યા છે. સાથે જ બેંકોને સ્પષ્ટણ નિર્દેશ આપવામાં આવ્યા છે કે તેઓ પોતાનાં એટીએમ મશીનોમાં કેશની સપ્લાઇ વધારે.આર્થિક મુદ્દાનાં સચિવ શક્તિકાંત દાસે માહિતી આપી કે નવી નોટો (500 અને 2000)ની ડિઝાઇન ભારતમાં જ તૈયાર કરવામાં આવી. 2000ની નોટનાં સિક્યોરિટી ફીચર્સ પણ દેશમાં જ તૈયાર કરવામાં આવશે.

Visit : sambhaavnews.com

You might also like