500-1000ની જૂની નોટો 24 નવેમ્બર સુધી વાપરી શકાશે

નવી દિલ્હીઃ 500 અને 1000ની નોટ બંધ કરવા અંગેના સરકારના નિયમમાં લોકોને રાહત મળી છે. સરકારે જૂની નોટો વાપરવાની અવધી 10 દિવસ વધારી છે. હવે હોસ્પિટલમાં, મેટ્રો સ્ટેશનમાં, શ્મશાનમાં, દવાની દુકાનો અને પેટ્રોલ પંપ પર 500 અને 1000 રૂપિયાની જૂની નોટો 24 નવેમ્બર સુધી સ્વિકારવામાં આવશે. મળતી માહિતી મુજબ રવિવારે પીએમ મોદીએ નોટબંદી બાદ આર્થિક મામલે સમીશ્રા બેઠક બોલાવી હતી. આર્થિક મામાલના સચિવ શસિકાંત દાસે જણાવ્યું છે કે તમામ હોસ્પિટલોમાં, પેટ્રોલ પંપો, રેલવે સ્ટેશનો, એરપોર્ટ પર 500 અને 1000ની જૂની નોટો ચલાવવાની સમય અવધી 14 નવેમ્બરથી વધારીને 24 નવેમ્બર કરી દેવામાં આવી છે.

શશિકાંત દાસે જણાવ્યું છે કે તમામા ટોલ પર 24 નવેમ્બર સુધી ટેક્સ પણ નહીં લેવામાં આવે. વિજળી અને પાણીના બિલમાં કેન્દ્ર રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવનાર તમામ બિલોમાં પણ 24 નવેમ્બર સુધી 500 અને 1000ની જૂની નોટો લેવામાં આવશે. તેમણે કહ્યું છે કે લોકોએ હેરાન થવાની જરૂર નથી. RBI પાસે પૂરતી કેશ છે. આ સાથે જ હવે ATMમાંથી પૈસા નિકાળવાની અવધી 2000 રૂપિયાથી વધારીને 2500 કરી દેવામાં આવી છે.

You might also like