ત્રિપલ તલાક પર થશે ત્રણ વર્ષની સજા, શિયાળુ સત્રમાં મોદી સરકાર લાવી શકે છે કાયદો

કેન્દ્ર સરકારે એક વાર ફરીથી ત્રિપલ તલાક પર પ્રતિબંધ લગાવવા માટે મસૌદા બિલ તૈયાર કરી લીધું છે. જેનાં આધારે ત્રિપલ તલાક આપવો એ અવૈધ અને અમાન્ય હશે. આવું કરવાથી પતિને ત્રણ વર્ષની જેલ અને દંડ પણ થઇ શકે છે. ત્રિપલ તલાક આપવો એ ગેર જમાનતી અને ગંભીર અપરાધ હશે.

આ ગુના માટે કેટલો દંડ થશે એ મેજિસ્ટ્રેટ નક્કી કરશે. સરકાર આ નિર્ણય સુપ્રીમ કોર્ટનો નિર્ણય હોવા છતાં ત્રિપલ તલાક આપવા મામલાને જોઇને આ મુદ્દો ફરીથી ઉઠાવી રહી છે. સરકારનાં એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે વિધેયકનું નામ મુસ્લિમ વુમેન પ્રોટેક્શન ઑફ રાઇટ્સ ઑન મેરિજ બિલ છે.

મસૌદા બિલને સલાહ માટે દરેક રાજ્ય સરકારને શુક્રવારે તે મોકલવામાં આવેલ છે. રાજ્યોને તત્કાલ આ મામલે જવાબ આપવાનું કહેવામાં આવે છે. રાજ્યોની સલાહ પ્રાપ્ત થયા બાદ કાનૂન મંત્રાલય મસૌદેને મંજૂરી માટે કેબિનેટની સમક્ષ રજૂ કરશે. સૂત્રોનું એમ કહેવું છે કે સરકાર આ બિલને 15 ડિસેમ્બરથી શરૂ થઇ રહેલ શિયાળુ સત્રમાં રજૂ કરી શકે છે.

જો કે સંસદમાંથી આ બિલ પાસ થયા બાદ આ કાયદો માત્ર એક વારમાં ત્રિપલ તલાક આપનાર પર જ લાગૂ થશે. અને આ મામલે પીડિતા પોતાનાં નાનાં બાળકોને માટે કસ્ટડી પણ માગી શકશે. અને આ મામલે મેજિસ્ટ્રેટનો નિર્ણય એ અંતિમ નિર્ણય હશે.

પ્રસ્તાવિત બિલમાં આ વાતની વિશેષ જોગવાઇઓ કરવામાં આવેલ છે કે કોઇ પણ સ્વરૂપમાં આપવામાં આવેલ ત્રિપલ તલાક મૌખિક, લેખિત અથવા ઇલેક્ટ્રોનિક જેવાં કે ઇ-મેઇલ, એસએમએસ અથવા વોટ્સએપ દ્વારા આપવામાં આવેલ તલાક એ ગેરકાનૂની તેમજ અમાન્ય કહેવાશે.

You might also like