ડિફેન્સ અને સિવિલ એવિએશન સહિતનાં ક્ષેત્રોમાં 100% FDIને મંજુરી

નવી દિલ્હી: વિદેશી રોકાણ પર સોમવારે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે ડિફેન્સ સેક્ટરમાં 100 ટકા વિદેશ રોકાણને મંજૂરી આપી દીધી છે. મળતી માહિતી અનુસાર કેન્દ્ર સરકારે રક્ષા ક્ષેત્રમાં 100 ટકા એફડીઆઇને મંજૂરી આપી. આ ઉપરાંત સિવિલ એવિએશનમાં પણ સરકારે 100 ટકા એફડીઆઇને લીલીઝંડી આપી દીધી. બ્રોડકાસ્ટિંગ ક્ષેત્રમાં પણ નિયમોમાં ફેરફાર કરતાં એફઆઇડીને 49થી વધારીને 100 ટકા કરી દેવામાં આવી છે.

મોદી સરકારનું બીજું સૌથી મોટું રિફોર્મ ગણવામાં આવતાં આ પગલાં હેઠળ એફડીઆઇની કેટલીક સીમાઓ પણ નક્કી કરવામાં આવી છે. ડિફેન્સ સેક્ટરમાં આર્મ્સ એક્ટ 1959 અનુસાર નાના હથિયાર અને તેના પાર્ટ્સમાં પણ એફડીઆઇ લાગૂ થશે. તો બીજી બરફ સિવિલ એવિએશન સેક્ટરમાં બ્રાઉનફિલ્ડ એરપોર્ટ પ્રોજેક્ટ માટે સો ટકા એફડીઆઇને મંજૂરી મળી ગઇ છે.

કેન્દ્ર સરકારે ફૂડ પ્રોડક્ટ બનાવવા સહિત ઓનલાઇન વેપારમાં પણ એફડીઆઇને મંજૂરી મળી ગઇ છે. આ સાથે જ ડીટીએચ, મોબાઇલ ટીવી, કેબલ નેટવર્કના બિઝનેસમાં પણ એફડીઆઇનો માર્ગ ખુલી ગયો છે. ફાર્મામાં ગ્રીનફિલ્ડ અને બ્રાઉનફિલ્ડ બંનેમાં ઓટોમેટિક રૂટથી સંપૂર્ણપણે એફડીઆઇ સંપૂર્ણપણે મંજૂર થઇ ગઇ છે.

પ્રાઇવેટ, સિક્યોરિટી એજન્સીમાં 49 ટકા, તો બીજી તરફ એનિમલ હસ્બેંડરીમાં નિયંત્રિત પર 100 ટકા એફડીઆઇના પ્રસ્તાવને કબૂલ કરી દીધો છે. સિંગલ બ્રાંડ રિટેલ વેપારમાં નિયમોમાં ઢીલ આપતાં ત્રણ અને પાંચ વર્ષ માટે ટેક્નોલોજી પ્રોડક્ટમાં પહેલાંથી જ 49 ટકા એફડીઆઇને વધારીને 100 ટકા કરી દીધી છે.

You might also like