સરકારે રાજકોષીય ખાધને અંકુશમાં રાખી

નવી દિલ્હી: છેલ્લા કેટલાક સમયથી વૈશ્વિક અર્થવ્યવસ્થામાં જોવા મળી રહેલી અનિશ્ચિતતાભરી સ્થિતિ તથા સ્થાનિક મોરચે નબળા ચોમાસાની સ્થિતિ વચ્ચે સરકાર રાજકોષીય ખાધને અંકુશમાં રાખવા સફળ રહી છે.

નાણાં વિભાગના જણાવ્યા પ્રમાણે ટેક્સની આવક તથા ડિસઇન્વેસ્ટમેન્ટના કારણે નાણાકીય વર્ષ ૨૦૧૫-૧૬માં રાજકોષીય ખાધ જીડીપીના ૩.૯ ટકા રહેવાનું અનુમાન છે. નાણાં વિભાગના જણાવ્યા પ્રમાણે સરકાર રાજકોષીય ખાધને અંકુશમાં રાખવા કટિબદ્ધ છે.

નાણાકીય વર્ષ ૨૦૧૫-૧૬માં ડાયરેક્ટ ટેક્સ દ્વારા ૭.૫૨ લાખ કરોડ અને ઇનડાયરેક્ટ ટેક્સ દ્વારા ૭.૦૩ લાખ કરોડ પ્રાપ્ત થવાનું અનુમાન છે. ડાયરેક્ટ ટેક્સમાં કોર્પોરેટ ટેક્સ અને આવકવેરો આવે છે, જ્યારે ઇનડાયરેક્ટ ટેક્સમાં સર્વિસટેક્સ સહિત અન્ય ટેક્સ આવે છે.

સરકારને ડિસઇન્વેસ્ટમેન્ટ દ્વારા રૂ. ૨૫,૦૦૦ કરોડ પ્રાપ્ત થયા છે. નાણાં વિભાગે વર્ષ ૨૦૧૬-૧૭માં રાજકોષીય ખાધનો લક્ષ્યાંક ૩.૫ ટકા રાખ્યો છે.

You might also like