સરકારે ડિફોલ્ટર કંપનીઓ સામે ગાળિયો કસવાની કવાયત હાથ ધરી

મુંબઇ: સરકારે ડિફોલ્ટર કંપનીઓ સામે ગાળિયો કસવાની કવાયત હાથ ધરી છે. ડિમાન્ડ ફોર ગ્રાન્ટ પર લોકસભાની કમિટીના ૩૪મા રિપોર્ટમાં ભલામણ કરાઇ છે કે જે કંપનીઓએ કર્મચારીઓ પાસેથી પીએફ હેઠળ નાણાં કાપ્યા છે, પરંતુ એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશનમાં પૈસા જમા કરાવ્યા નથી. ડિફોલ્ટના આ મામલામાં ઇપીએફઓએ હજુ સુધી કોઇ એક્શન લીધા નથી.

આ મામલે કર્મચારીઓને કંપનીઓ દ્વારા ડિફોલ્ટના કારણે પીએફના બેનિફિટનો લાભ હજુ સુધી મળી શક્યો નથી. કમિટીને આ પ્રકારની ૧,૫૭૩ ફરિયાદો મળી છે.

કમિટીએ આવી ડિફોલ્ટર કંપનીઓ સામે કડક કાર્યવાહી કરવાની ઇપીએફઓને નિર્દેશ કર્યો છે. ઉલ્લેખનીય છે કે ઇપીએફઓના ડેટા અનુસાર એપ્રિલ-૨૦૧૮ સુધી ૧,૪૪,૫૭૧ કંપનીઓ ડિફોલ્ટરના લિસ્ટમાં છે. આ કંપનીઓએ પીએફના પૈસા કર્મચારીઓ પાસેથી કાપી લીધા છે, પરંતુ સરકારમાં જમા કરાવ્યા નથી. એપ્રિલ-૨૦૧૮ સુધી ઇપીએફઓમાં દર મહિને પૈસા જમા કરાવતી કંપનીઓની સંખ્યા ૪,૫૮,૮૧૨ છે.

You might also like