સરકારી કંપનીઓના શેરમાં ઉછાળો

અમદાવાદ: છેલ્લા એક મહિનામાં સરકારી કંપનીઓના શેરમાં જબરજસ્ત ઉછાળો નોંધાતો જોવા મળ્યો છે. કેન્દ્ર સરકાર સાર્વજનિક સેક્ટરની કંપનીઓમાં મોટા પ્રમાણમાં આર્થિક સુધારા કરી શકે છે તેવા સેન્ટિમેન્ટ પાછળ આ કંપનીના શેરમાં છેલ્લા એક જ મહિનામાં ૨૫ ટકા સુધીનો સુધારો નોંધાયો છે.

ખાસ કરીને ઓઇલ માર્કેટિંગની સરકારી કંપનીના શેરમાં મજબૂત સુધારાની ચાલ નોંધાતી જોવા મળી છે. શેરબજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે કેન્દ્ર સરકાર જાહેર ક્ષેત્રની ઓઇલ કંપનીઓનું એક જ સરખું માળખું ઊભું કરી એક કંપની બનાવે તેવી શક્યતાઓ પાછળ આ કંપનીના શેરમાં ઉછાળો જોવા મળ્યો છે.

સાર્વજનિક ક્ષેત્રની કંપનીના શેરમાં એક મહિનામાં જોવાયેલો ઉછાળો
આઈઓસી                      ૨૬.૫ ટકા
ભેલ                                ૨૫.૪૧ ટકા
એન્જિનિયર્સ ઈન્ડિયા      ૧૪.૮૩ ટકા
પાવર ગ્રીડ                      ૧૩.૪૮ ટકા
બીપીસીએલ                    ૧૨.૪૨ ટકા
કન્ટેનર કોર્પો.                   ૮.૩ ટકા
એમએમટીસી                   ૭.૮૧ ટકા
કોલ ઈન્ડિયા                    ૬.૮૮ ટકા
એનટીપીસી                      ૬.૬૧ ટકા
ઓએનજીસી                     ૫.૬ ટકા

You might also like