સરકારની કાર્યવાહી છતાં ચણામાં તેજી યથાવત્

અમદાવાદ: સરકારે વધતા જતા ચણાના ભાવ પર અંકુશ મૂકવા માટે વાયદા બજારમાં માર્જિન વધારાયા હોવા છતાં વાયદા બજારમાં ભાવ ઊંચા જોવા મળ્યા છે તેની પાછળ ને પાછળ હાજર બજારમાં પણ આગેકૂચ જારી રહેલી જોવા
મળી છે. સ્થાનિક બજારમાં પાછલા બે મહિનામાં ૨૦થી ૩૦ રૂપિયાનો વધારો જોવાઇ ચૂક્યો છે અને ચણાના સ્થાનિક બજારમાં ૮૦ની સપાટી ક્રોસ કરી દીધી છે. ઘટતા જતા હાજર બજારમાં સ્ટોક વચ્ચે ચણાના ભાવમાં આગેકૂચ જારી રહેલી જોવા મળી છે.

બજારના હોલસેલ વેપારીઓના જણાવ્યા પ્રમાણે સ્થાનિક બજારમાં ચણા રૂ. ૧૦૦ની સપાટી ક્રોસ કરે તેવી મજબૂત શક્યતાઓ જોવા મળી રહી છે. મધ્યપ્રદેશ તથા રાજસ્થાન બાજુના કેટલાક સ્ટોકિસ્ટોના ઊંચા હોલ્ડિંગના કારણે સરકારની જમાખોરી સામે કાર્યવાહી છતાં ભાવ ઘટવાનું નામ નથી લેતાં અને હાજર બજારમાં પણ તેની સીધી અસર જોવા મળી રહી છે.

You might also like