દરેક સ્કીમ માટે જરૂરી નથી આધારકાર્ડ: સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી: આધારકાર્ડને લઇને સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કરી દીધું છે કે સરકાર પોતાની કલ્યાણકારી યોજનાઓનો લાભ આપવા માટે આધારને અનિવાર્ય બનાવી શકશે નહીં. જો કે કોર્ટે કહ્યું કે સરકારને બેંક ખાતા ખોલવા જેવી અન્ય યોજનાઓમાં આદારનો ઉપયોગ કરવાથી રોકી શકાશે નહીં.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે આધારને પડકાર ફેંકનાર અરજીની સુનવણી માટે સાત ન્યાયાધીશોની એક પીઠ ગઠિત કરવાની છે, પરંતુ આ સમયે આવું શક્ય નથી. હાલમાં જ સરકારે આધાર નંબરે બાળકો માટે મિડ જે મિલ સહિત એક ડઝન યોજનાઓ માટે જરૂરી કરવાનો નિર્ણય લીધો હતો.

એક અરજદાર માટે ઉપસ્થિત થયેલા વરિષ્ઠ અધિવક્તા શ્યામ દિવાણએ આરોપ લગાવ્યો કે કેન્દ્ર સરકાર સર્વોચ્ય ન્યાયાલય દ્વારા પસાર વિવિધ આદેશોનું પાલન કરી રહી નથી, જેમાં સ્પષ્ટ હતું કે આધારનો ઉપયોગ સ્વૈચ્છિક હશે, અનિવાર્ય નહીં.

11 ઓગસ્ટ 2015ના રોજ સુપ્રીમે કહ્યું હતું કે આધાર કાર્ડ સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ ઉઠાવવા માટે અનિવાર્ય હશે નહીં. એની સાથે અધિકારીઓને એકત્ર કરવામાં આવેલા ખાનગી બાયોમેટ્રિક ડેટાને શેર કરવા પર રોક લગાવી દીધી છે. જો કે 15 ઓક્ટોબર 2015ને એને જૂના પ્રતિબંધને પાછું લઇ લીધું.

http://sambhaavnews.com/

You might also like