સરકાર ગોલ્ડ પોલિસીની સમીક્ષા કરી રહી છે

નવી દિલ્હી: સરકાર સોનાના નિયમન સાથે જોડાયેલી નીતિઓની સમીક્ષા કરી રહી છે. આર્થિક બાબતોના વિભાગના સંયુક્ત સચિવ સૌરભ ગર્ગના જણાવ્યા પ્રમાણે સરકાર દ્વારા વર્તમાન નીતિની સમીક્ષા માટે એક ગ્રૂપની રચના કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે સોના ઉપર દશ ટકા આયાત ડ્યૂટી નાખી છે. પાછલા કેટલાક સમયથી ઊંચી આયાત ડ્યૂટીમાં ઘટાડો કરવાની માગ આયાતકારો દ્વારા કરવામાં આવી રહી છે, પરંતુ સોનાની આયાત ડ્યૂટી ઊંચી દશ ટકા જ યથાવત્ રાખવામાં આવી છે, જેના કારણે સોનાની દાણચોરી વધી છે અને સરકારને પણ મોટા પ્રમાણમાં આવક ગુમાવવાનો વારો આવ્યો છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક ફાઇનાન્સ એન્ડ પોલિસી તથા આઇજીપીસી દ્વારા સંયુક્ત રીતે આયોજિત સમારંભમાં હાલની ગોલ્ડ પોલિસી અંગે ચર્ચા કરવામાં આવી હતી.

You might also like