સરકારની બેન્ક મર્જરની નીતિ સામે પ્રશ્નાર્થ

મુંબઇ: ઉદ્યોગ સંગઠન એસોચેમનું કહેવું છે કે જાહેર ક્ષેત્રની બેન્કો ગંભીર રીતે આર્થિક મુશ્કેલી સામે ઝઝૂમી રહી છે અને તેમાંથી બહાર લાવવા માટે મર્જર એ કોઇ અંતિમ રસ્તો નથી. બેન્કોને વધુ સક્ષમ બનાવવા માટે સ્વાયત્તતા આપવાની જરૂર છે.એસોચેમના એક અહેવાલ પ્રમાણે જાહેર ક્ષેત્રની બેન્કોમાં જોવા મળી રહેલી સમસ્યાના ઉકેલ માટે બેન્કોને વધુ પ્રોફેશનલ બનાવવાની જરૂર છે. આજની પરિસ્થિતિમાં બેન્કોના બોર્ડને પોતાની સ્વતંત્ર રીતે નિર્ણય લેવાની છૂટ નથી અને નાના નાના નિર્ણયો લેવા માટે નાણાં વિભાગના સરક્યુલર પર આધાર રાખવો પડે છે. નોંધનીય છેકે જાહેર ક્ષેત્રની બેન્કો હાલની સરકારી નીતિના કારણે નબળી પડી છે.

You might also like