સરકારી નીતિ સામે બેન્કકર્મીઓનો મોરચોઃ ૨૮ મેએ હડતાળ પાડશે

અમદાવાદ: નોટબંધીના ત્રણ મહિના કરતાં વધુનો સમય પૂરો થયા છતાં પણ બેન્કના કર્મચારીઓ સહિત ગ્રાહકોની હાલાકીમાં કોઇ ઘટાડો થયો નથી. આખરે બેન્કના કર્મચારીઓએ સરકાર સામે બાંય ચઢાવીને મોરચો માંડ્યો છે અને આગામી ૨૮ ફેબ્રુઆરીએ રાજ્ય સહિત દેશભરના બેન્ક કર્મચારીઓએ હડતાળના એલાનની જાહેરાત કરી છે.

નોટબંધી બાદ રજાના દિવસો સહિત રવિવારે પણ બેન્કો ચાલુ રાખી હતી. કર્મચારી એસોસિયેશનની રજાના દિવસોની કામગીરી માટે વેતનની માગ હતી, પરંતુ બેન્કના સત્તાવાળાઓ દ્વારા આ માગની વિરુદ્ધ આંખ આડા કાન કરાયા હતા. જેની સામે અધિકારીઓનો વિરોધ છે એટલું જ નહીં આ સમયગાળા દરમિયાન બેન્કના કર્મચારીઓ ઉપર ભારે પ્રેશર હતું અને તેને કારણે રાજ્યમાં એક અંદાજ મુજબ ૧૦થી ૧૫ કર્મચારીનાં મૃત્યુ તથા હુમલો થયો હોવાની વિગતો પણ ખૂલવા પામી હતી.

આ અંગે સરકારે હજુ સુધી કોઇ વળતર કે આર્થિક સહાયની જાહેરાત કરી નથી. મહાગુજરાત બેન્ક એમ્પ્લોઇઝ એસોસિયેશનના પ્રેસિડેન્ટ આર.બી. સરૈયાના જણાવ્યા પ્રમાણે આગામી ૨૮ ફેબ્રુઆરીએ હડતાળના એલાનમાં એસબીઆઇ સહિત જાહેર ક્ષેત્રની તમામ બેન્કો જોડાશે. એક દિવસની આ હડતાળમાં રૂ. ૧૦ હજાર કરોડ કરતા પણ વધુનું ક્લિયરિંગ ઠપ થઇ જશે. રાજ્યના ૭૫ હજારથી પણ વધુ બેન્ક કર્મચારી અને અધિકારીઓ આ હડતાળમાં જોડાશે.
http://sambhaavnews.com/

You might also like