ચિપ આધારિત ઇ-પાસપોર્ટને સરકારે આપી મંજૂરી

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે વધારે સુરક્ષા સાથે ચિપ આધારિત ઇ- પાસપોર્ટ લાવવાની પ્રક્રિયાને મંજૂરી આપી દીધી છે. રાજ્યસભામાં એક સવાલના જવાવમાં વિદેશ રાજ્ય મંત્રી વી. કે. સિંહે માહિતી આપી છે કે ઇલેક્ટ્રોનિક રીતે હસ્તાક્ષર વાળા ઇ પાસપોર્ટને સરકારે મંજૂરી આપી દીધી છે.

વિદેશ રાજ્યમંત્રીએ જણાવ્યું છે કે નાસિક સ્થિત ઇન્ડિયા સિક્યોરિટી પ્રેસને ગ્લોબલ ટેંડર દ્વારા તેને બનાવવાની જવાબદારી સોંપવામાં આવી છે. તેમણે કહ્યું કે આ પાસપોર્ટમાં લાગેલી ચીપમાં પાસપોર્ટ ધારકની વ્યક્તિગત માહિતી અને હસ્તાક્ષર ડિજિટલ રીતે લેવામાં આવશે.

http://sambhaavnews.com/

You might also like