એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ તરૂણ બારોટની રેલ્વેમાં નવી ઇનિંગ

અમદાવાદ : ઇશરત જહા એન્કાઉન્ટર કેસમાં જેલ ગયેલા અને જેલમાં નિવૃત થયેલા તરૂણ બારોટને સરકારે ફરીથી ફરજ પર લીધા છે અને તે પણ એક વર્ષના કોન્ટ્રાક્ટર પર તરૂણ બારોટને નાયબ પોલીસ અધિક્ષક, પશ્ચિમ રેલ્વે, વડોદરા ખાતે નિમણુંક અપાઇ છે. ઇશરત જ્હાં એન્કાઉન્ટર સમયે તરૂણ બારોટ અમદાવાદ ક્રાઇમ બ્રાંચમા પી.આઇ તરીકે બજાવતા હતા.

સીબીઆઇએ તરૂણ બારોટ પર ઇશરત જહા કેસ મામલે ષડયંત્ર ઘડવા અને હત્યારો આરોપ મુકવામાં આવ્યો હતો. જેના લીધે બારોટને જેલ જવું પડ્યું હતું. બારોટ નિવૃત થયા ત્યારે ડેપ્યૂટી સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસ હતા. બારોટ સરકારની ખુબ જ નજીક ગણાતા હતા. નવ મંત્રીમંડળની રચના બાદ સરકારના મંત્રી વલ્લભ કાકડિયાએ તરૂણ બારોટનાં ઘરે સૈજન્ય મુલાકાત લીધી હતી.

તરૂણ બારોટ 18 વરસ સુધી સતત ક્રાઇમ બ્રાંચમાં રહ્યા હતા. પીએસઆઇ તરીકે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં જોડાયા હતા. પ્રમોશન સાથે ડીવાયએસપી થયા ત્યારે તેમની બદલી થઇ હતી. ઇશરત જહા એન્કાઉન્ટર કેસમાં રીપોર્ટમાં તેમનું નામ આવ્યા બાદ બદલી થઇ ગઇ હતી. ભુતકાળમાં જ્યારે તેમની બદલી થાય ત્યારે ફરી તેને ક્રાઇમ બ્રાંચમાં બદલી થઇ જતી હતી. લતીફ અને વહાબ ગેંગ તેમને શોધતા હતા. લતીફના એન્કાઉન્ટર સમયે એન્કાઉન્ટર ટીમના એક સભ્ય હતા.

You might also like