હવે બેંકમાં આધાર ફરજીયાત : 50 હજારથી ઉપરનાં ટ્રાન્ઝેકશન માટે નંબર આપવો પડશે

નવી દિલ્હી : સરકારે નવા બેંક ખાતા ખોલાવવા માટે આધારકાર્ડ દેખાડવું ફરજીયાત કરી દીધું છે. કેન્દ્ર સરકારનાં નવા આદેશ અનુસાર હવેથી બેંક ખાતા ખોલાવવાની સાથે 50 હજાર અથવા વધારે રૂપિયાની બૈંકિંગ ટ્રાન્ઝેક્શન માટે આધાર નંબર જણાવવો જરૂરી હશે. આ સાથે જ આ આદેશમાં કહેવામાં આવ્યું છે કે તમામ હાજર બેંક એકાઉન્ટ હોલ્ડર્સને 31 ડિસેમ્બર, 2017 સુધી આધાર નંબર જમા કરવા પડશે. એવું નહી કરવા અંગે તેમનાં ખાતા અયોગ્ય થઇ જશે.

ઉલ્લેખનીય છે કે તેની પહેલા આવકવેરા વિભાગ રિટર્ન ભરતા સમયે આધાર સંખ્યા જણાવવી ફરજીયાત કરવાનાં કેન્દ્રનાં નિર્ણયનાં મુદ્દે ઘણો વિવાદ થયો હતો. ઉપરાંત નવો પાન પ્રાપ્ત કરવા માટે પણ આધાર કાર્ડ ફરજીયાત કરી દેવામાં આવ્યું હતું.

આ મુદ્દો હાલ સુપ્રીમ કોર્ટ સુધી ગયો, જે અંગે કોર્ટે કહ્યું હતું કે સંવિધાન પીટનાં અંતિમ નિર્ણય સુધી આવકવેરા રિટર્ન માટે આધાર કાર્ડ ફરજીયાત કરવામાં આવ્યું હતું. જો કે કોર્ટે તેમ પણ કહ્યું કે જેની પાસે આધાર કાર્ડ નથી, સરકાર તેને પાન કાર્ડ સાથે જોડવા અંગે જોર નહી આપી શકે પરંતુ જેની પાસે આધારકાર્ડ છે તેમને પાનકાર્ડ સાથે જોડવા પડશે.

You might also like