નોટબંધી મુદ્દે વિપક્ષ સાથે બે બે હાથ કરી લેવા સરકાર તૈયાર : મોદી અડગ

નવી દિલ્હી : બુધવારથી ચાલુ થઇ રહેલા સંસદના શીતકાલીન સત્ર પહેલા સત્તા પક્ષ અને વિપક્ષ પોત પોતાની રણનીતિ બનાવી રહ્યા છે. સોમવારે જ્યારે કોંગ્રેસની આગેવાનીમાં ટીએમસી, લેફ્ટ, આરજેડી સહિત તમામ વિપક્ષ દળોનાં નેતાઓએ બેઠક કરીને રણનીતિ અંગે ચર્ચા કરી, બીજી તરફ વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં સત્તાધારી પક્ષ એનડીએની પણ બેઠક થઇ.

બેઠકમાં વડાપ્રધાને કહ્યુ કે, નોટબંધીના નિર્ણય પર દેશની જનતા સરકારની સાથે છે, એવામાં વિપક્ષના દબાણમાં ન આવવું જોઇએ અને સંપુર્ણ તાકાતથી જવાબ આપવો જોઇએ. એનડીએની બેઠક બાદ ભાજપ નેતા અનંત કુમારે જણાવ્યું કે ગઠબંધનનાં તમા સહયોગીઓએ ભ્રષ્ટાચાર, કાળાબજાર અને કાળાનાણાની વિરુદ્ધ ઉઠાવેલા પગલાનું સમર્થન કર્યું છે. તમામ ઘટક દળોએ એકજુથ થઇને નોટબંધીના નિર્ણયને આવકાર્યો છે.

વેંકૈયા નાયડૂએ કહ્યું કે, સરકાર નોટબંધીના નિર્ણય પર પુનર્વિચાર નહી કરે. તેમણે કહ્યું કે બેઠકમાં વડાપ્રધાને સ્પષ્ટ જણાવ્યું કે નોટબંધીનો નિર્ણય કોઇ પમ રીતે પાછો નહી લેવામાં આવે. એવામાં સંસદનું શીતકાલીન સત્ર ખુબ જ હોબાળો થઇ શકે છે. કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળો જ્યારે સરકાર સામે નોટબંધીના નિર્ણયને પાછા લેવાની માંગ કરી રહ્યા છે, બીજી તરફ સરકાર પણ પોતાના વલણ પર અડગ છે.

You might also like