શું તમે જાણો છો ગોવર્ધન પર્વત શ્રીકૃષ્ણ પહેલા હનુમાને ઉપાડ્યો હતો?

ગોવર્ધન પર્વતને ગિરિરાજ મહારાજના નામે ઓળખવામાં આવે છે. જેને શ્રી કૃષ્ણનું સ્વરૂપ પણ માનવામાં આવે છે. તેનું કારણ એ છે કે ભગવાન શ્રી કૃષ્ણએ કાર્તિક શુક્લ પ્રતિપદા તિથિએ ગોવર્ધન રૂપે પોતાની પૂજા કરવાની વાત કહી હતી. આ ઘટના તે સમયની છે જ્યારે ઇન્દ્રના પ્રકોપથી ગોકુલ વાસીયોને બચાવવા માટે શ્રીકૃષ્ણએ ગોવર્ધન પર્વતને પોતાની નાનકડી આંગળી પર ઉઠાવી લીધો હતો. ઘણા ઓછા લોકો તે જાણે છે કે આ ઘટના પાછળ  હનુમાનજીનો હાથ છે.

ત્રેતાયુગમાં જ્યારે ભગવાન રામે અવતાર લીધો હતો. ત્યારે લંકા પાર કરવા માટે જ્યારે ભગવાન રામના નેતૃત્વમાં વાનર સેના સમુદ્ર પર સેતુ બનાવી રહી હતી. ત્યારે સેતુના નિર્માણ માટે ઘણા પથ્થરોની જરૂર હતી.

હનુમાનજી હિમાલય ગયા અને ત્યાંથી પર્વતને ઉઠાવીને સમુદ્ર તરફ આગળ વધ્યા હતા. રસ્તામાં ખબર પડી કે સેતુનુ નિર્માણ થઇ ગયું છે. તો પર્વને તેઓએ જમીન પર મૂકી દીધો. પર્વતે કહ્યું ન તો હું રામના કામમાં આવ્યો ન તો હું મારા સ્થળ પર રહી શક્યો. પર્વતની મનોદશા જોઇને હુનમાનજીએ કહ્યું કે દ્વાપરમાં જ્યારે ભગવાન રામ શ્રી કૃષ્ણનું રૂપ ધારણ કરશે ત્યારે તે સમયે તમને તમારી આંગળી પર ઉઠાવશે. તે સમયે હનુમાનજીએ ગોવર્ધનને દેવતા બનાવવાની લીલા રચી હતી.

You might also like