VIDEO: અલ્પેશ ઠાકોરે બિલ્ડરોને અપાયેલ સુવિધા મામલે ઉઠાવ્યા સવાલ

કોંગ્રેસનાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે વિધાનસભા ગૃહમાં સરકાર પર FSIને લઈને ગંભીર આક્ષેપ લગાવ્યાં છે. ચૂંટણી પહેલા ખાસ બિલ્ડરોને અપાયેલી સુવિધા સામે વાંધો ઉઠાવ્યો છે. સરકારે નિયમો નેવે મૂકીને 45 કેસમાં બિલ્ડરોને સ્પેશિયલ કેસમાં મંજૂરી આપી છે.

તત્કાલીન શહેરી વિકાસમંત્રી રજા પર હોવા છતાં ઈન્ચાર્જ દ્વારા મંજૂરી આપવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટનાક્રમમાં ધર્મેશ નામનાં વ્યક્તિએ ખેલ પાડ્યો હોવાનું સામે આવ્યું છે. વિપક્ષ આ સમગ્ર મામલો જાણતો હતો છતાં વિપક્ષ ભેદી રીતે ચૂપ રહ્યો હતો તેવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.

આ સમગ્ર બનાવ બાબતે નાના બિલ્ડરોમાં ભારે ગણગણાટ ઊભો થઇ ગયો છે. એટલું જ નહીં એક બ્લોકમાં બે બિલ્ડિંગને જુદી-જુદી FSI મંજૂર કરાઈ હોવાનો આક્ષેપ કર્યો હતો. અલ્પેશ ઠાકોરે આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે વાયા FSI લાભથી બિલ્ડરો પાસેથી મળેલા નાણાં ભાજપે ચૂંટણીમાં વાપર્યા હોવાનાં પણ ગંભીર આક્ષેપ કર્યા હતાં.

You might also like