ગોતા-ગોધાવી કેનાલને રૂ.ર૩.રર કરોડના ખર્ચે રિકન્સ્ટ્રક્ટ કરાશે

અમદાવાદ: શહેરના નવા પશ્ચિમ વિસ્તારમાં ગોતા વોર્ડમાંથી રાજ્ય સરકારના સિંચાઇ વિભાગની ગોતા-ગોધાવી કેનાલ પસાર થાય છે. આ કેનાલને રૂ.ર૩.રર કરોડના ખર્ચે રિકન્સ્ટ્રકટ કરાશે.

ગોતા-ગોધાવી કેનાલને ખારીકટ કેનાલની જેમ વિશેષ રીતે ડેવલપ કરવા ગત નાણાકીય વર્ષ ર૦૧૩-૧૪ના બજેટમાં રૂ.પાંચ કરોડ ફાળવાયા હતા. જેમાં ખારીકટ કેનાલની જેમ ગોતા-ગોધાવી કેનાલ પર બંને તરફ પાકા રસ્તા, ડેકોરેટિવ સ્ટ્રીટલાઇટ, ફાઉન્ટેન તથા રસ્તાની બંને બાજુ પ્લાન્ટેશનના આયોજન માટે કન્સલ્ટન્ટની નિમણૂક કરી ગોતા-ગોધાવી કેનાલને વિક‌િસત કરાવવાનો ઠરાવ થયો હતો.

હવે તંત્ર ગોતા-ગોધાવી કેનાલને રિકન્સ્ટ્રકટ કરવાની દિશામાં આગળ વધ્યું છે. આ માટે સ્ટે‌ન્ડિંગ કમિટી સમક્ષ રૂ.ર૩.રર કરોડનું ટેન્ડર અને રૂ.ર૬.૦૪ કરોડનો અંદાજ તૈયાર કરીને મંજૂરી માટે મુકાયો છે.

આ ઉપરાંત બહેરામપુરા વોર્ડમાં આવેલી ચેપી રોગની હોસ્પિટલમાં પ૦ પથારીનો સમાવેશ થાય તેવો નવો વોર્ડ આશરે રૂ.૩.રપ કરોડના ખર્ચે બનાવવાનું ટેન્ડર તેમજ ટેન્ડર આધારિત રૂ.૩.પપ કરોડના અંદાજની દરખાસ્ત પણ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મંજૂરી માટે મુકાઇ છે.

You might also like