મારા સસ્પેંશન પહેલા જ આપ્યું હતુ રાજીનામું : BRDપ્રિન્સીપલનો દાવો

લખનઉ : બીઆરડી કોલેજમાં 36 બાળકોનાં મોત નિપજ્યા બાદ યુપી સરકારે શનિવારે કોલેજનાં પ્રિન્સિપલને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે. જો કે થોડા સમય બાદ પ્રિન્સિપલે જણાવ્યું કે, તે પહેલાથી જ પોતાનું રાજીનામું આપી ચુક્યા છે. સરકાર દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા બાદ બીઆરડીકોલેજનાં પ્રિન્સિપલે કહ્યું કે તેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા તે પહેલા જ તેઓ પોતાનું રાજીનામું આપી ચુક્યા હતા. મે મારી જવાબદારીનો સ્વિકાર કરતા રાજીનામું આપી દીધું છે.

UP

પ્રિન્સિપલનાં આ નિવેદન બાદ હવે તેમની હકાલપટ્ટીનો કોઇ અર્થ નથી. બાળકોનાં મોત બાદ યુપીમાં રાજકીય હોબાળો ચાલી રહ્યો છે. વિપક્ષી પાર્ટીઓ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને સ્વાસ્થયમંત્રી સિદ્ધાર્થનાથ સિંહનું રાજીનામું માંગી રહ્યા છે.

સિદ્ધાર્થનાથસિંહે આજે એક પ્રેસ કોન્ફરન્સમાં આ ઘટના અંગેની તમામ માહિતી આપી હતી. તેમણે સ્પષ્ટતા આપતા કહ્યું કે કોઇ પણ બાળકનાં મોતનું ઓક્સિજનનાં ઘટાડાનાં કારણે નથી થઇ. તેમણે કહ્યું કે બાળકોનાં મોતની પાછળ અન્ય પણ ઘણા કારણો છે. સ્વાસ્થયમંત્રીએ સ્વિકાર્યું કે કોઇ પણ બાળકનું મોત ઓક્સિજનની સમસ્યાનાં કારણે નથી થયું. બાળકોનાં મોત પાછળ અન્ય પણ કેટલાક કારણો છે.

સ્વાસ્થય મંત્રીએ સ્વિકાર્યું કે રાત્રે 11.30 વાગ્યાથી સવારે 1.30 વાગ્યા સુધી ઓક્સિજનનું સપ્લાઇ અટક્યો હતો પરંતુ ગેસ સિલિન્ડર મંગાવીને ઓક્સિઝનનો પુરવઠ્ઠો ફરીથી યથાવત્ત કરી દેવાયો હતો. તમણે યુપીની સરકાર સંવેદનશીલ સરકાર છે અને આ મુદ્દે તપાસ કરીને દોષીતોની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે સાથે જ તેમણે કહ્યું કે 9 ઓગષ્ટે સી.એમ યોગી આદિત્યનાથની મુલાકાત દરમિયાન તેમણે હોસ્પિટલમાં ગેસ ઘટવાનાં કારણે કોઇ માહિતી નથી અપાઇ.

You might also like