ગોરખપુરઃ બીઆરડી મેડિકલ કોલેજમાં ફરી 72 કલાકમાં 30 બાળકોનાં મોત

ગોરખપુરઃ બીઆરડી મેડિકલ કોલેજમાં બાળકોનાં મોતનો સિલસિલો હજુ પણ રોકાયો નથી. હોસ્પિટલમાં 72 કલાકની અંદર 30 બાળકોનાં મોતની ખબર આવી ચુકી છે. આ જ હોસ્પિટલમાં 29-30 ઓગષ્ટનાં રોજ રાત્રે ઓક્સિજનનો સપ્લાઇ રોકાઇ જતાં અનેક બાળકોનાં મોત થઇ ચુક્યાં છે. આટલી મોટી લાપરવાહી બાદ પણ હોસ્પિટલનું પ્રશાસન સુધરવાનું નામ જ નથી લઇ રહ્યું.

આ મામલાએ એટલું જોર પકડ્યું હતું કે સ્વાસ્થ્ય મંત્રી સિદ્ધાર્થનાથ સિંહને બાળકોનાં મોત પર ખુલાસો કરવો પડ્યો હતો. એમાંય એમનાં એક નિવેદન પર તો ઘણી બધી ટીકા પણ કરવામાં આવી હતી. મંત્રીએ કહ્યું હતું કે ઓગષ્ટમાં તો બાળકો મૃત્યુ પામે જ છે. એમાં નવી વાત શું છે. 6 દિવસોમાં 64નાં મોત પરથી ધ્યાન હટાવવા એમને જણાવવું પડ્યું કે 2014માં ઓગષ્ટ મહિનામાં 567 બાળકોનાં મોત થયાં. 2015માં ઓગષ્ટમાં જ 668 બાળકોનાં મોત થયાં છે અને 2016માં ઓગષ્ટ મહિનાએ જ 587 બાળકોનાં જીવ લઇ લીધાં છે. એટલે કે દરરોજ 19થી 20 બાળકોનાં મોત થઇ રહ્યાં છે.

ઇંસેફલાઇટિસનો પ્રકોપ પૂર્વી ઉત્તર પ્રદેશનાં 12 જિલ્લાઓમાં છે. ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ, આસામ અને બિહાર સહિત 14 રાજ્યોમાં ઇંસેફલાઇટિસનો પ્રભાવ જોવાં મળે છે.

You might also like