ગોપાલ કૃષ્ણ ગાંધીને રાષ્ટ્રપતિપદના ઉમેદવાર બનાવવા વિપક્ષોની વિચારણા

નવી દિલ્હી: મહાત્મા ગાંધીના પૌત્ર ગોપાલ કૃષ્ણ ગાંધીએ એવો ખુલાસો કર્યો છે કે વિરોધ પક્ષોના તમામ નેતાઓએ તેમને આગામી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉમેદવાર બનાવવા માટે વાતચીત કરી હતી. ગોપાલ કૃષ્ણ ગાંધીએ જોકે જણાવ્યું હતું કે આ વાતચીત હજુ પ્રારંભિક તબક્કામાં છે અને આ મુદ્દાને લઈ વિગતવાર કોઈ ચર્ચા થઈ નથી.

કોંગ્રેસના પ્રમુખ સોનિયા ગાંધી અને સીપીએમના મહામંત્રી સીતારામ યેચૂરીએ ગોપાલ કૃષ્ણ ગાંધીને વિરોધ પક્ષ વતી રાષ્ટ્રપતિપદના ઉમેદવાર બનાવવાની ઓફર કરી હતી, પરંતુ ગોપાલ કૃષ્ણ ગાંધીએ તેમનો આ પ્રસ્તાવ સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો હતો. એવી પણ માહિતી મળી રહી છે કે આ મુદ્દે બિહારના મુખ્યપ્રધાન નીતીશકુમાર, શરદ યાદવ અને સીપીઆઈના એસ. સુધાકર રેડ્ડી અને ડી. રાજાની સાથે પણ ગોપાલ કૃષ્ણ ગાંધી સાથે બેઠક થઈ હતી.

અહેવાલો અનુસાર એવું પણ જાણવા મળ્યું છે કે વિરોધ પક્ષો વતી સંયુક્ત ઉમેદવારની જાહેરાત કરવાને લઈ બે નામ પર વિચારણા ચાલી રહી છે. આમાં એક નામ ગોપાલ કૃષ્ણ ગાંધીનું અને બીજું નામ લોકસભાના પૂર્વ સ્પીકર મીરાંકુમારનું છે, પરંતુ કેટલાક વિપક્ષ કોંગ્રેસના નેતાને ઉમેદવાર બનાવવાની તરફેણમાં નથી.

http://sambhaavnews.com/

You might also like