અરવિંદ કેજરીવાલના ઇશારે નાટકબાજી ચાલે છેઃ ભાજપ

નવીદિલ્હી: ભાજપે આક્ષેપ કરતા કહ્યું હતું કે, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તરફથી સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે જુદા જુદા નાટક કરવામાં આવી રહ્યા છે. ડીડીસીએ બાબતોમાં ગેરરીતિમાં તપાસના ભાગરુપે અધિકારીઓના નામની માંગણી ઉઠી રહી છે. પૂર્વ સોલીસીટર જનરલ ગોપાલ સુબ્રમણ્યમ ‘આપ’ સરકારના ઇશારે કામ કરી રહ્યા છે. બંધારણને વાંચી જવા અને તેમાં અભ્યાસ કરવા ભાજપે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને અપીલ કરી છે. સાથે સાથે એવો આક્ષેપ પણ કર્યો છે કે તેમના ઘણા બધા નિર્ણયો ગેરબંધારણીય રહ્યા છે.

દિલ્હી ક્રિકેટ બોર્ડના મામલામાં તપાસ કરવા દિલ્હી સરકારની કાયદાકીય સમીક્ષાની અંદર આ બાબત આવતી નથી. દિલ્હી ક્રિકેટ બોર્ડ કંપની એક્ટ હેઠળ સોસાયટી તરીકે નોંધાયેલી છે. અરવિંદ કેજરીવાલના ઇશારે સુબ્રમણ્યમ આ પ્રકારની ડ્રામાબાજી કરી રહ્યા છે. ગેરબંધારણીય નિર્ણયો કેજરીવાલ દ્વારા લેવાઈ રહ્યા છે. ભાજપના સેક્રેટરી શ્રીકાંત શર્માએ કહ્યું છે કે, આ કોઇ નવી વાત નથી. કેજરીવાલ સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે આ પ્રકારના આક્ષેપો કરતા રહ્યા છે. તેમની સરકાર કયા કામ કરી રહી છે તે અંગે ધ્યાન આપવા માટે બંધારણમાં ધ્યાન આપવું જોઇએ.

સુબ્રમણ્યમે હાલમાં જ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોઅલને પત્ર લખીને તપાસના ભાગરુપે બની શકે તેવા સંબંધિત અધિકારીઓના નામ સુચવવા કહ્યું હતું. શર્માએ યાદ અપાવી હતી કે, એએપી સરકાર દ્વારા ગેરકાયદેરીતે દિલ્હી મહિલા પંચના ચેરમેન તરીકે શ્વાતિ માલીવાલની નિમણૂંક કરાઈ હતી. ડીડીસીએના મુદ્દાને ઉઠાવીને તેમના મુખ્ય સચિવ સામે ચાલી રહેલી તપાસથી સીબીઆઈના ધ્યાનને અન્યત્ર દોરવા માટે આ મુદ્દા ઉઠાવાઈ રહ્યા છે. એએપી હકીકતમાં પાખંડી આમ આદમી પાર્ટી છે.  સેનિટેશન, ડેન્ગ્યુ રોગચાળાના ફેલાવવાને રોકવા જેવા પગલા પર તેમની સરકારે ધ્યાન આપવું જોઇએ. એવા પગલા ઉપર ધ્યાન આપવું જોઇએ નહીં જે તેના દ્વારા કરી શકાય તેવા નથી.

You might also like