ભારત માટે ગૂગલના છે આ 5 મોટા પ્લાન

પોતાના 18માં જન્મદિવસ પર ગૂગલ ભારત દેશમાં ઘણા નવા પ્લાનની જાહેરાત કરી છે. તો ચલો જાણીએ પાંચ મોટા પ્લાન વિશે…

યૂટ્યૂબ ગો
યૂટ્યૂબ ગોમાં ઘીરા કનેક્ટિવીટીમાં પણ વીડિયો સરળતાથી ઓફલાઇન સેવ કરી શકાય છે. સાથે તેને શેર કરવા માટે તમારે જરા પણ ડેટા ખર્ચ કરવો પડશે નહીં.

ગૂગલ એક્સલરેટર
ગૂગલ એક્સલરેટર વાઇ ફાઇથી સેટેલાઇટ દ્વારા જોડે છે. આ ડિવાઇસ સ્કૂલો, રેસ્ટોરન્ટ, સ્ટેશનો અને એરપોર્ટ્સ પર ઉપયોગ કરી શકાય છે.

ક્રોમમાં ડેટા સેવર ફીચર
ક્રોમ બ્રાઉઝરમાં કેટલાક નવા ફીચર્સ જોડાયેલા છે, એમાં ડેટા સેવિંગ, ઓફલાઇન કેપેબિલિટી અને કોન્ટેન્ટ ડિસ્કવરીનો સમાવેશ થાય છે. ડેટા બચાવવા માટે વેબ પેજોને ઓપ્ટિમાઇઝ કરવામાં આવશે. ઓફલાઇન ફંક્શનેલિટીથી ફેવરિટ વીડિયો અને આર્ટીકલ વગેરે સેવ કરી શકાશે. કારણ કે કનેક્ટિવિટી ના હોય તો પણ તેને એક્સેસ કરી શકાશે.

2g પર ગૂગલ પ્લે
ભઆરતમાં મોટાભાગના ગામડાં હાઇ સ્પીડ ઇન્ટરનેટથી જોડાયેલા નથી, એટલે ધીમા કનેક્શન પર ડેટા ઓછો ઉપયોગ થાય તે માટે ગૂગલ પ્લે સ્ટોર પરથી 2g કનેક્શન પર પણ એપ્લીકેશન ડાઉનલોડ કરી શકાય છે.

હિન્દીમાં ગૂગલ આસિસ્ટેન્ટ
કંપનીનો વોઇસ કંટ્રોલ્ડ AI ટૂલ હિન્દીમાં વાત કરશે. ગૂગલના ALLO એપ્લીકેશનમાં સ્માર્ટ રિપ્લાય આપનાર ગૂગલ અસિસ્ટેન્ટ હિન્દીમાં પણ ઉપલબ્ધ હશે. આવતા વર્ષથી હિન્દીમાં વાત કરવા પર હિન્દીમાં જવાબ આપશે.

You might also like