કટ્ટર સ્પર્ધાઃ ૨૦ અબજ ડોલર સુધી લાગશે ટ્વિટરની બોલી

ન્યૂયોર્ક: દુનિયાની અગ્રણી સોશિયલ નેટવર્કિંગ સાઈટ ટ્વિટરને ખરીદવા માટે ગૂગલ, સેલ્સ ફોર્સ અને વોલ્ટ ડિઝની જેવા ધુરંધરોની વચ્ચે હોડ જામી છે અને ગઈ કાલે અાવેલા સમાચાર મુજબ એવી પૂરી શક્યતા છે કે અા અઠવાડિયે ટ્વિટરને ખરીદવા માટે બોલી લગાવવામાં અાવે.  સેલ્સ ફોર્સના મુખ્ય કાર્યકારી અધિકારી માર્ક બિનીઅોફ પોતાની કંપનીના રોકાણકારો અને અન્ય ભાગીદારો સામે એવો માહોલ ઊભો કરી રહ્યા છે કે તેમની કંપની ટ્વિટર ખરીદી શકે છે. વોલ સ્ટ્રીટ જનરલના રિપોર્ટ મુજબ લિંક્ડઇનની જેમ ટ્વિટર પણ સેલ્સ ફોર્સના મહત્વના અાંકડાઅોનો ઉપયોગ પોતાના સંભવિત ખરીદદારોને અાકર્ષવા માટે કરશે.

ઉલ્લેખનીય છે કે સેલ્સફોર્સ લિંક્ડઇનને ખરીદવા ઇચ્છતું હતું પરંતુ માઈક્રોસોફ્ટ સામે બોલી હારી ગયું હતું. ૩૧.૧ કરોડ સક્રિય યુઝર્સ ધરાવતી સોશિયલ સાઈટ ટ્વિટરનો વિકાસ હવે રોકાઈ ગયો છે. હવે નવા યુઝર્સ જોડાવાની ગતિ ધીમી પડી છે.  અાશા છે કે ટ્વિટર માટે ૨૦ અબજ ડોલર સુધીની બોલી લાગી શકે છે. સેલ્સફોર્સ માઈક્રોસોફ્ટ દ્વારા લિંક્ડઇનના અધિગ્રહણ પર પણ રોક લગાવવાની કોશિશ કરી રહ્યું છે. કેમ કે તેનું કહેવું છે કે માઈક્રોસોફ્ટે લિંક્ડઇનને મેળવવામાં બિઝનેસની હરીફાઈનું ઉલ્લંઘન કર્યું છે.

એક વેબસાઈટ મુજબ સેલ્સફોર્સના મુખ્ય અધિકારી બુરકે નોર્ધન યુરોપીય સંઘની સ્પર્ધા, કંપનીના અધિકારીઅો સમક્ષ રજૂ કરશે. બીજી બાજુ અોર્કૂટ અને ગૂગલ પ્લસ દ્વારા સોશિયલ મીડિયામાં પ્રવેશ કરવામાં અસફળ રહેલી ઇન્ટરનેટ દિગ્ગજ ગૂગલની કોશિશ ટ્વિટર દ્વારા ફરી એકવાર કિસ્મત અજમાવવાની છે. પોતાની લોકપ્રિય મોબાઈલ અોપરેટિંગ સિસ્ટમ અેન્ડ્રોઈડ દ્વારા ગૂગલ ટ્વિટર અેપને અાગળ લઈ જવા ઇચ્છે છે.

You might also like