ફક્ત ચાર દિવસમાં આ એપ્સ બની ગઇ નંબર-1

નવી દિલ્હી: એક એવી એપ્સ જે વીડિયો કોલિંગની પરિભાષાને બદલવા માટે તૈયાર છે. અમે વાત કરી રહ્યાં છીએ. નવી વીડિયો કોલિંગ એપ Duo ની, તેને લોન્ચ થયાને ફક્ત ચાર દિવસ જ થયા છે. ગૂગલ પ્લે સ્ટોરમાં આ નંબર-1 ફ્રી એપની લિસ્ટમાં આવી ગઇ છે.

ગૂગલ પ્લે સ્ટોર ઉપરાંત આ એપ્પલ સ્ટોરમાં નંબર 1 બની ગઇ છે. તમને જણાવી દઇએ કે ગૂગલે પોતાના વાર્ષિક I/O કોન્ફ્રેંસ દરમિયાન તેની જાહેરાત કરી હતી અને 15 ઓગસ્ટથી આ ડાઉનલોડ માટે ઉપલબ્ધ છે.

વીડિયો કોલિંગની પરિભાષા બદલવાની વાત એટલા માટે કરી રહ્યાં છીએ, કારણ કે આ બીજી વિડિયો કોલિંગ એપ્સ કરતાં સરળ અને નાની પણ છે. તેના યૂજર ઇંટરફેસ એકદમ સરળ છે. એમ સમજી લો કે આ વોટ્સએપ જેટલી સરળ છે. તેને યૂજ કરવા માટે મોબાઇલ અને ઇન્ટનેટ જોઇએ. સાધારણ કોલની માફક તમે વીડિયો કોલ કરી શકશો. જો તમને તેના વિશે જાણકારી નથી તો એકવર ફરી તેના વિશે જાણી લો.

સરળ અને ફાસ્ટ છે આ એપ
તેના યૂજર ઇન્ટરફેસ એકદમ સરળ છે. તેને તમે જેવી જ ઓપન કરશો સેલ્ફી કેમેરા ઓપન થઇ જશે અને તમારો વિડિયો દેખાશે. અહી તમને એક કોલ બટન જોવા મળશે જ્યાં ક્લિક કરીને તમે કોઇને પણ કોલ કરી શકો છો. તમે જેને કોલ કર્યો છે તે તમને લાઇવ જોઇ શકશે. તમને ઇચ્છો તો ફ્લિપ કરીને રિયર કેમેરા પણ યૂઝ કરી શકો છો.

ફક્ત 5MBની છે આ એપ
આ એપની એક ખાસિયત એ છે કે બીજા વીડિયો કોલિંગ એપની માફક તેમાં તમારે એકાઉન્ટ બનાવીને લોગ ઇન કરવાની જરૂર પડશે નહી. આ તમારા ફોન નંબરના માધ્યમથી કામ કરશે. તમને એ જાણીને આશ્વર્ય થશે કે આ એપ ફક્ત 5MBની છે. સામાન્ય રીતે બીજી વીડિયો કોલિંગ એપ 20MBથી ઓછી હોતી નથી.

You might also like