આવતી કાલથી ‘ગૂગલ ટેક્સ’ લાગશે

મુંબઇ: વતી કાલથી ઘણી સેવાઓ મોંઘી થઇ રહી છે, જેમાં ગૂગલ ટેક્સના નામે જાણીતી ઇક્વિલાઇઝેશન લેવી ૧ જૂન એટલે કે આવતી કાલથી લાગુ થઇ જશે.  આ નિયમ અંતર્ગત દેશના કારોબારીઓ દ્વારા વિદેશી ઓનલાઇન સર્વિસ પ્રોવાઇડર્સ જેવા કે ગૂગલ, યાહુ, ટ્વિટર, ફેસબુક પર ઓનલાઇન એડ્. માટે પેમેન્ટની રકમ ઉપર લેવી વસૂલવામાં આવશે, પરંતુ તેના માટે શરત એટલી છે કે ચુકવણીની રકમ નાણાકીય વર્ષમાં એક લાખની રકમની ઉપર હોય. આ લેવી માત્ર બિઝનેસ ટુ બિઝનેસ નાણાકીય ટ્રાન્ઝેક્શન પર જ વસૂલવામાં આવશે. નોંધનીય છે કે ગૂગલ ટેક્સના નામે વસૂલવામાં આવતો આ પ્રકારનો ટેક્સ વસૂલનાર દુનિયામાં પ્રથમ દેશ ભારત છે.

જોકે આ પ્રકારના વસૂલવામાં આવતા ટેક્સ માટે અમેરિકા જેવા દેશોના ભારે વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. નાણાં વિભાગ દ્વારા બનાવાયેલી એક સમિતિએ ઓનલાઇન એડ્. સિવાય કેટલીક અન્ય સર્વિસીસ પર પણ ઇક્વિલાઇઝેશન લેવી લગાવવાની ભલામણ કરવામાં આવી હતી, જેમાં ઓનલાઇન મ્યુઝિક, ફિલ્મ, ગેમ, પુસ્તકો જેવી ઓનલાઇન ઉપયોગમાં લેવાતી સેવાઓ, ડાઉનલોડ કરાતી એપ્લિકેશન્સ તથા ઓનલાઇન સર્ચ એપ્લિકેશન્સ પણ સામેલ છે.

You might also like