Googleને ખબર નથી ભારતના પ્રથમ PM, સવાલ કરવા પર મળશે આ જવાબ

આપણે આજકાલ Google ને તમામ પ્રશ્નોના જવાબો પૂછવાના શરૂ કર્યા છે. જો કે, Google આજકાલ એક નાના પ્રશ્નનો જવાબ ખોટો આપી રહ્યું છે. જોકે આ ભૂલ ઇન્ટરનેટ પર વાયરલ બની રહી છે.

ફરી એકવાર આ નમૂનો પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીના સંદર્ભમાં જોવા મળી રહ્યો છે.

જ્યારે Google પર ભારતના પ્રથમ વડા પ્રધાનની શોધ કરવામાં આવે છે ત્યારે નામ તો જવાહરલાલ નહેરુ આવે છે પરંતુ ફોટો નરેન્દ્ર મોદીનો જોવા મળે છે.

‘ભારતના પ્રથમ PM’ લખવા પર મોદીનો ફોટો ડિસપ્લે કરવામાં આવે છે.

ગૂગલના વિકિપીડિયા દ્વારા આ પરિણામો દર્શાવામાં આવી રહ્યા છે. ત્યાં જવા પછી પણ તમને સૌપ્રથમ પીએમના નામ સાથે મોદીનો ફોટો મુક્યો છે.

આ પહેલી વખત નથી કે Google એ આવી ભૂલ કરી હોય. અગાઉ, આવા ઘણાં કેસો આવ્યા છે. આ પ્રકારની ભૂલ 2015માં પણ જાહેર કરવામાં આવી હતી.

ગૂગલની દુનિયાના સૌથી મોટા 10 અપરાધિઓની યાદીમાં ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ફોટો હતો પણ પછી કંપનીએ માફી માંગી હતી.

એટલું જ નહીં, ગૂગલની શોધમાં દુનિયામાં સૌથી મૂર્ખ વડા પ્રધાનોની યાદીમાં ભારતના પ્રધાનમંત્રી મોદી દેખાયા હતા.

Google એ અગાઉ આ બાબતે સ્પષ્ટતા કરી હતી કે તેમને પૂછવામાં આવતા કેટલાક સવાલોના જવાબ તેમના એલ્ગોરિધમ્સ દ્વારા વેબ પેજ પર આપમેળે આ ફોટો ઉઠાવે છે.

You might also like