ભારતના ડિજિટલ પેમેન્ટ માર્કેટ પર ગૂગલ-ફેસબુકની નજર

નવી દિલ્હી: ભારતના રૂ. ૭૦ લાખ કરોડના ડિજિટલ પેમેન્ટ માર્કેટ પર હવે ફેસબુક અને ગૂગલની નજર છે. ફેસબુકનું વોટ્સએપ ગૂગલ, વોરન બફેટનું પેટીએમ સાથે મળીને ભારતીયોનાં દિલ જીતવા કાર્યરત છે. ભારતનું ડિજિટલ પેમેન્ટ માર્કેટ ૨૦૨૩ સુધીમાં રૂ. ૭૦ લાખ કરોડ સુધી પહોંચી જશે, જે હાલ ૧૪ લાખ કરોડનું છે, જોકે ચીન આ મામલે ઘણું આગળ છે અને તેનું માર્કેટ રૂ. ૩૦૫ લાખ કરોડનું છે.

ડિજિટલ પેમેન્ટમાં નોટબંધી બાદ ઘણો વધારો થયો છે. ત્યાર બાદ કંપનીઓએ ગ્રાહકોને કેશબેક અને વિવિધ ઓફર્સ આપીને આકર્ષવાનો પ્રયત્ન કર્યો છે, જેના કારણે હવે ડિજિટલ પેમેન્ટ માર્કેટ વધી રહ્યું છે. ભારતના ડિજિટલ માર્કેટમાં પગપેસારો કરવા તમામ મોટા પ્લેયર્સ સંપૂર્ણ સજ્જ છે.

વોટ્સએપ પણ હવે એપ પેમેન્ટ સર્વિસ લાવવાની તૈયારીમાં છે, જે અત્યારે બિટા ટેસ્ટિંગ પર છે. વોલમાર્ટે ફ્લિપકાર્ટના શેર ખરીદ્યા છે અને ઓન પે એપ ૧૩૩ મિલિયન વખત ડાઉનલોડ કરવામાં આવ્યું છે, જ્યારે પેટીએમ એપને ૧૫૦ મિલિયન વખત ડાઉનલોડ કરાયું છે. એ જ રીતે ૩૨ મિલિયન ડાઉનલોડ સાથે ભીમ એપ પણ લોકપ્રિય છે.

You might also like